તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગણી:વર્ષ-2015માં પાસ ટેટની માર્કશીટ ઓક્ટોબર-2020માં પૂર્ણ થતી હોવાથી ભરતીની માંગ

ગાંધીનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચુકાદો આવી ગયો હોવાથી તાકીદે ભરતી કરવા ઉમેદવારોની માંગ

પ્રાથમિક શાળામાં શિક્ષક બનવા માટે રાજ્યના હજારો ઉમેદવારોએ વર્ષ-2015માં ટેટ પરીક્ષા પાસ કરી હતી. પરંતુ ઓક્ટોબર-2020માં ટેટની માર્કશીટ રદ થઇ જશે. આથી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવા ઉમેદવારોમાં માંગ ઉઠી છે. ઉલ્લેખનીય છે કે તારીખ 1લી, ઓગસ્ટ-2018નો ઠારવનો પણ ચુકાદો આવી ગયો હોવાથી તાકિદે ભરતી કરવા ઉમેદવારોમાં માંગણી ઉઠી છે.

રાજ્યની પ્રાથમિક શાળાઓના અપર અને લોઅર પ્રાયમરીમાં શિક્ષક બનવા માટે ટેટ પરીક્ષા પાસનો નિયમ બનાવ્યો છે. ઉપરાંત ટેટ પરીક્ષા પાસની માર્કશીટ ત્રણ વર્ષ માટે માન્ય ગણાશે તેવો પણ નિયમ બનાવ્યો હતો. તેમ છતાં નિયત લાયકાત ધરાવતા રાજ્યના હજારો ઉમેદવારોએ પ્રાથમિક શાળામાં શિક્ષક બનવાના સપના સાથે વર્ષ-2015માં લેવાયેલી ટેટ પરીક્ષા આપી હતી. જેમાં હજારો વિદ્યાર્થીઓ ટેટ પરીક્ષા પાસ થતાં શિક્ષક બનવાનું સપનું પૂર્ણ થશે તેવી આશા જાગી હતી. પરંતુ રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળામાં વિદ્યાસહાયકોની ભરતી જ કરવામાં આવી નહી. ઉલ્લેખનીય છે કે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ત્રણ હજાર વિદ્યાસહાયકોની ભરતીની જાહેરાત શિક્ષણમંત્રીએ એક વર્ષ પહેલાં કરી હતી. પરંતુ ત્યારબાદ વિદ્યાસહાયકની ભરતી કરાઇ નહી તેમજ કોરોનાની મહામારીને લીધે ઉમેદવારોની હાલત કફોડી બની ગઇ છે.

છેલ્લા બે વર્ષથી ભરતી નહી કરાતા વર્ષ-2017માં ટેટ-ર પાસ હજારો ઉમેદવારો શિક્ષકની નોકરીથી વંચિત રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા અધુરી અથવા કહેવા પૂરતી ભરતી કરાતા હજારો ઉમેદવારો બેરોજગારીનો ભોગ બની રહ્યા હોવાનો આક્ષેપ ઉમેદવારોએ કર્યો છે. ઉલ્લેખનીય છે કે વર્ષ-2015માં ટેટ પરીક્ષા પાસ હજારો ઉમેદવારોની માર્કશીટ ઓક્ટોબર-2020માં સમાપ્ત થાય છે. આથી સરકાર દ્વારા સત્વરે ભરતી કરવામાં આવે તો ટેટ પાસ ઉમેદવારોની મહેનત એળે જાય નહી તેવી માંગ ઉમેદવારોમાં ઉઠી રહી છે. જોકે તારીખ 1લી, ઓગસ્ટ-2018ના ઠરાવનો પણ ચુદાકો આવી ગયો હોવાથી ભરતીની કામગીરી શરૂ કરીને શાળાઓ શરૂ થાય તે પહેલાં નિમણૂંક આપી તેવામાં આવે તેવી માંગણી ઉમેદવારોએ કરી છે. ઉમેદવારોની માંગણી નહી સ્વિકારાય તો ગાંધી ચિંધ્યા માર્ગે ગાંધીનગરમાં આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. જો કે, કોરોનાને લઈ ઉમેદવારોની હાલત કફોડી બની ગઈ છે. છેલ્લા 2 વર્ષથી ભરતી નહીં થતાં ઉમેદવારો શિક્ષકની નોકરીથી વંચિત રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...