તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોનાના વધતા કેસો વચ્ચે હાઈકોર્ટે સરકારને નક્કર પગલાં લેવા માટે ટકરો કરી છે. જેમાં રાજ્યભરમાં 3થી 4 દિવસનો કરફ્યુ લાદવા અને વીક એન્ડ કરફ્યુ બાબતે સરકાર જરૂરી નિર્ણય લે તેવી ટકોર કરાઈ છે. ત્યારે આ બધા વચ્ચે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી વધતા કેસોની કોઈ અસર થશે કે નહીં તે અંગે શહેરમાં આખો દિવસ ચર્ચા ચાલી હતી. ચૂંટણી યોજવી કે નહીં તે બાબતે સામાન્ય રીતે ચૂંટણી પંચના અભિપ્રાય પર સરકાર પગલાં લેતી હોય છે. ત્યારે હાલ તો નાગરિકો અનેરાજકીય પક્ષોમાં હાલ ચૂંટણી યોજાશે કે નહીં તે અંગે ચર્ચાઓ ચાલી રહી છે.
કોરોનાને પગલે ગાંધીનગરમાં ચૂંટણી ન યોજવા માટે શહેર વસાહત મહાસંઘ દ્વારા મુખ્યમંત્રી, ચૂંટણી પંચ, મ્યુ. કમિશનર વગેરેને ચૂંટણી મોકુફ રાખવા માટે રુબરુ આવેદનપત્ર આપ્યું હતું. ત્યારે હવે હાઈકોર્ટની ટકોર બાદ ગાંધીનગર શહેર વસાહત મહાસંઘના પ્રમુખ કેશરીસિંહ બિહોલાએ કહ્યું કે, કોઈની જીંદગી જોખમમાં નાખીને ચૂંટણી જાહેર કરી હતી. શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓની ચૂંટણી મોકુફ રાખવા માટે કરેલ માંગણીની અવગણના કરી પરંતુ જ્યારે હાઈકોર્ટે જજ દ્વારા નાગરિકોની ચિંતા કરી પરિસ્થિતિને પગલાં લેવા ટકોર કરાઈ છે. ત્યારે નાગરિકોના સ્વાસ્થ્યની સલામતી માટે હાલ ચૂંટણી મોકુફ રખાય તેવી અમારી માંગણી છે.
કેસમાં ગેરહાજર રહેતા પક્ષકારો-વકીલોને નુકસાન ન થાય તે માટે રજૂઆત કરાઈ
કોરોના વધતાં કેસો વચ્ચે ગાંધીનગર કોર્ટમાં પક્ષકારો તેમજ વકીલો કોર્ટમાં હાજર રહી ન શકે તો વોરંટ કે કેસનું સ્ટેજ ઉપર ન લઈ જવા માટે માંગણી કરાઈ છે. ગાંધીનગર બાર એસોસિએશન પ્રમુખ લાલસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને મળેલ મિટિંગમાં આ અંગેનો ઠરાવ કરાયો છે. જે અંગે પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્શ જજને આ અંગે પત્ર લખી રજૂઆત કરી છે. જેમાં લખ્યું છે કે ગાંધીનગર કોર્ટમાં જજ, સ્ટેનો તથા સ્ટાફ સહિત અન્ય કર્મચારીઓ તેમજ કેટલાક વકીલોને પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.
આવી સ્થિતિમાં કોર્ટ પરીસરમાં આવવામાં જોખમ હોય કોઈ પક્ષકાર કે વકીલ કોર્ટમાં આવી શકે તેમ ન હોય વોરંટ કે કેસ આગળ લઈ ન જવા ઠરાવ કરવામાં આવે છે. 30 એપ્રિલ સુધી જે તે દિવસના બોર્ડમાં નક્કી કરેલા કેસો માટે ગાંધીનગર બાર એસોસિએશને આ માંગણી કરી છે. જેમાં ગાંધીનગરની તમામ કોર્ટોમાં આ અંગેની ગંભીર નોંધ લઈને કેસમાં ગેરહાજર હોવાના કારણે નુકસાન ન થાય તે માટે ઘટતું કરવા રજૂઆત કરી છે.
ચૂંટણી કાર્યલયો પર ચાલતી રાત્રે બેઠકો બંધ થવી જોઈએ!
ચૂંટણી પંચ દ્વારા તો નિયમોના પાલન વચ્ચે ચૂંટણી યોજવાની જાહેરાત કરી દીધી છે. પરંતુ રાજકીય પક્ષો દ્વારા ક્યાંકને ક્યાંક માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવતું નથી. 10 જ દિવસ બાકી છે ત્યારે ચૂંટણી મોકુફ રહે કે ના રહે પરંતુ રાજકીય પક્ષો કોરોના નિયમોનું પાલન કરે તે બહુ જરૂરી છે. તેમાં પણ દરેક વોર્ડમાં રાત્રી દરમિયાન ચાલતી બેઠકોમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું છડેચોક ઉલ્લંઘન થાય છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.