તપાસની માંગ:ગાંધીનગરમાં પાણી પુરવઠા-ગટર વ્યવસ્થા બોર્ડમાં નિવૃત્ત કર્મચારીઓની નિમણૂક બાબતે તપાસની માંગ

ગાંધીનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્ય સરકાર દ્વારા નિવૃતિ બાદ આઉટ સોર્સિંગથી કે કરાર આધારીત રીતે કામ કરતાં નિવૃત કર્મચારીઓને છૂટ કરવાનો આદેશ કર્યો હતો. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ખોટી રીતે નિવૃત કર્મચારીઓને લેવાયા હોવાના દાવા સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરાઈ છે. અરજીમાં દાવો કરાયો છે કે બોર્ડમાં 64 અધિકારી-કર્મચારીઓને આઉટ સોર્સિંગથી નિમણુંક આપતો ઠરાવ થયો છે.

દાવા મુજબ પાણી પુરવઠાની સેવાની જલ સે નલ યોજનાના અમલીકરણ બાબતે અનુભવી સ્ટાફની જરૂરિયાતનું કહીંને મુખ્યમંત્રીની મંજૂરી માટે દરખાસ્ત આગળ ધપાવવામાં આવે છે. નિવૃત ટેક્નિકલ-નોન ટેક્નિકલ કર્મચારીઓને પુન: સ્થાપિત કરવા મુખ્યમંત્રીને ગુમરાહ કરી મંજૂરી લેવાઈ હોવાનો દાવો અરજીમાં કરાયો છે.

ઠરાવમાં નકશાગારનો સમાવેશ કરાયો છે તે શાખા વર્ષો પહેલાં બોર્ડ દ્વારા બંધ કરાઈ હતી. ત્યારે નિમણુંક પામેલા 64 અધિકારી-કર્મચારીઓની નિમણુંક ફીલ્ડમાં કરાઈ છે કે નહીં તેની નિમણુંક આદેશની નકલ મંગાવવા અરજદારે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...