તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:આચાર્ય અભિરુચિ કસોટીમાં અનુભવ અંગે સુધારો કરવા માગ

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 7 વર્ષના અનુભવમાં 10થી 15 દિવસ બાકી હોય તેમને પણ માન્ય ગણવાની ગુજરાત ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ દ્વારા રજૂઆત

ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં આચાર્યની ભરતી માટે લેવાનાર આચાર્ય અભિરૂચિ કસોટીમાં 7 વર્ષના અનુભવમાં સુધારો કરી જે આચાર્યોને અનુભવમાં 10થી 15 દિવસ બાકી હોય તેવા ઉમેદવારોને પરીક્ષા આપવા લાયક ગણવાની ગુજરાત ઉ. મા.શિક્ષક સંઘ મહામંડળે માંગ કરી છે.

રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં આચાર્યોની ખાલી જગ્યાઓની ભરતી માટે આચાર્ય અભિરૂચિ ટેસ્ટ લેવાનું નક્કી કર્યું છે. ટેસ્ટ અંગેનું જાહેરનામુ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. આચાર્ય અભિરૂચિ ટેસ્ટ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 3જી, જુલાઇ-2021 છે. ઉપરાંત ભરતીમાં નિયત કરેલી લાયકાતની સાથે સાથે ગ્રાન્ટેડ કે સરકારી શાળામાં નિરીક્ષણનો કે શિખવવાનો સાત અને દસ વર્ષનો અનુભવ માંગવામાં આવ્યો છે. તેમાં જુના શિક્ષકોને ફિક્સ પગારી નોકરીનો અનુભવ માન્ય રાખવાની માંગણી કરવામાં આવી છે.

આથી આચાર્ય અભિરૂચિ કસોટીના જાહેનનામાં જરૂરી સુધારો કરવાની માંગણી ગુજરાત રાજ્ય ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળે કરી છે. આ ઉપરાંત જુલાઇ-2014માં ફિક્સ પગારના કર્મચારીઓની નિમણુંક કરવામાં આવી છે. તેઓને જાહેરનામાં દર્શાવ્ય મુજબ સાત વર્ષ પૂર્ણ થવામાં 10થી 15 બાકી રહેતા હોય છે.

આથી આવા શિક્ષકોને અન્યાય થાય નહી અને આચાર્ય બનવાની તક જતી રહે નહી તે માટે તારીખ 31મી, જુલાઇ-2021 સુધીની મર્યાદા નક્કી કરવામાં આવે તેવી માંગણી સાથે ગુજરાત રાજ્ય ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના પ્રમુખ ભરત પટેલે રાજ્ય પરીક્ષા બોર્ડના સચિવને લેખિત રજુઆત કરી છે. ટેસ્ટ અંગેનું જાહેરનામુ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરી દેવાયું છે.ત્યારે આ મામલે ગુજરાત ઉ. મા. શિક્ષક સંઘ મહામંડળ દ્વારા રજૂઆત કરવામા આવી છે.

અન્ય સમાચારો પણ છે...