ખેડૂતોમાં આક્રોશ:વિજળીની અનિયમિતતા દૂર કરી કિસાન સૂર્યોદય યોજના લાગુ કરવા માંગણી

ગાંધીનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારતીય કિસાન સંઘની મુખ્યમંત્રીને રજૂઆત
  • ખેતી માટે સતત 8 કલાક વીજળી આપવાના નિયમનું પાલન ન થતાં જિલ્લાના અનેક ખેડૂતોમાં આક્રોશ

ખેતી માટે આઠ કલાક વીજળી આપવાની રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવા છતાં આઠ કલાક વીજળી નહી મળવાથી ખેડુતોમાં રોષ ઉઠ્યો છે. આથી સૂર્યોદય યોજનાને લાગુ કરીને ખેડુતોને આઠ કલાક વીજળી આપવાની માંગણી સાથે ભારતીય કિસાન સંઘે મુખ્યમંત્રીને રજુઆત કરી છે. ખેતી માટે સમયસર પાણી મળી રહે અને ખેડુતો સમૃદ્ધ બને તે માટે રાજ્ય સરકાર દ્વારા સૂર્યોદય યોજના લાગુ કરીને આઠ કલાક વીજળી ખેતી માટે આપવાની જાહેરાત કરી હતી.

જોકે સૂર્યોદય યોજના અંતર્ગત ખેડુતોને આઠ કલાક વીજળી થોડાક જ મહિના સુધી રેગ્યુલર આપવામાં આવી હતી. ત્યારબાદ ખેતી માટે વીજળી નિયમિત નહી મળતા ખેડુતોને રાત્રીના ઉજાગરા કરવાની ફરજ પડી હતી. વીજળીની અનિયમિતતાને પગલે ઘણી વખત રાત્રે વીજળી આપવામાં આવતી હોવાથી ખેડુતોની હાલત કફોડી બની રહી હતી. જોકે ત દરમિયાન રાજ્યભરમાં ઠંડીનું જોર પણ વધારે હોવાથી રાત્રીએ ખેડુતોને પાણી આપવા સહિતની કામગીરી કરવી પડતી હોવાથી ખેડુતો બિમાર પડવા સહિતના સમસ્યાનો સામનો કરી રહ્યા હતા.

ખેડુતોના હિત માટે શરૂ કરાયેલી સૂર્યોદય યોજનાનું જ પાલન વીજ કંપની દ્વારા કરવામાં આવતું નથી. આથી જોકે વીજળી અનિયમિત કેમ આપવાની પુછપરછ કરતા ઉપરથી બંદ કરાવતા હોવાનો જવાબ સબ સ્ટેશનમાંથી આવતો હતો. હાલમાં ઘઉં સહિતના પાકને છેલ્લા પાણી ચાલી રહ્યા છે. ત્યારે સૂર્યોદય યોજના ચાલુ કરીને ખેતી માટે નક્કી કરેલી આઠ કલાક વીજળી આપવાની માંગણી સાથે ભારતીય કિસાન સંઘે મુખ્યમંત્રીને રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...