રજૂઆત:ગરીબ બાળકોના હિતમાં RTEના એડમિશન સત્વરે શરૂ કરવા માંગ

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાડાકરાર સાથે પ્રવેશ મેળવેલા પરિવાર તથા વાલીઓની તપાસ કરવા અધિકાર ગ્રુપ દ્વારા માંગ કરવામાં આવી
  • બાળકો પ્રવેશથી વંચિત રહેતા હોવાનો આક્ષેપ

નવું શૈક્ષણિક વર્ષ શરૂ થઇ ગયું હોવાથી ફરજિયાત કાયદા મુજબ ધોરણ-1માં ગરીબ બાળકોના હિતમાં એડમિશનની કાર્યવાહી સત્વરે શરૂ કરવા વાલી અધિકાર ગૃપે માંગણી કરી છે. આરટીઇ મુજબ એડમિશન લેનાર વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા રજૂ કરાયેલા ભાડા કરારની તપાસ કરીને ગરીબી રેખા નીચે આવતા ન હોય તેવા વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવાની વાલી અધિકાર ગૃપે માંગણી સાથે પ્રાથમિક શિક્ષણ નિયામકને રજૂઆત કરી છે.

કોરોનાના મહામારીમાં પણ ફરજિયાત શિક્ષણના કાયદા મુજબ ધોરણ-1ના વિદ્યાર્થીઓના પ્રવેશની કામગીરી પણ શરૂ કરાય તેવી વાલીઓમાં માંગ ઊઠવા પામી છે. ફરજિયાત શિક્ષણના કાયદા મુજબ પ્રવેશ મેળવનાર બાળકોના વાલીઓ પાસે ભાડાના મકાનમાં રહેતા હોય છે. આથી આવા પરિવાર પાસે ભાડા કરારની ગુજરાત સ્ટેમ્પ એક્ટ-1958 મુજબ નોંધાયેલા ભાડા કરાર સબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યાનો આધાર રજૂ કરવાનો ફરજિયાત નિયમ બનાવ્યો છે. આથી ગરીબ પરિવારના બાળકો પ્રવેશથી વંચિત રહેતા હોવાનો આક્ષેપ વાલી અધિકાર ગ્રુપના પ્રમુખ જ્યોર્જ ડાયસે કર્યો છે.

ઉપરાંત આંગણવાડીમાં 2 વર્ષ કરેલા અસંગઠિત ક્ષેત્રના કુટુંબોને પ્રવેશ માટે સક્ષમ અધિકારીના પ્રમાણપત્રો કાઢી આપતા નહી હોવાથી અનેક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહેતા હોય છે. આથી આવા સક્ષમ અધિકારીઓને જરૂરી સુચના આપી વાલીઓને સત્વરે પ્રમાણપત્ર મળી રહે તેવું આયોજન કરવા માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...