તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:કાઉન્સિલર્સ ન હોવાથી મનપા દ્વારા ટ્રી ગાર્ડનું વિતરણ થાય તેવી માંગ

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ ડેપ્યુટી મેયરે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી
  • પૂર્વ ડેપ્યુટી મેયરે શહેરમાં 5 હજાર જેટલા ટ્રી ગાર્ડનું વિતરણ કરાવવા અને જરૂરિયાત મુજબના રોપા નર્સરીમાંથી ખરીદી કરવા માંગ કરી

ગાંધીનગરમાં મહાનગરપાલિકાની ચૂંટણી મોકુફ રહી છે અને કોર્પોરેશનની ટર્મ પૂર્ણ થઈ જતાં હાલ વહીવટદારનું શાસન છે. ટર્મ પૂર્ણ થતાં તમામ કાઉન્સિલર્સ ભૂતપૂર્વ થઈ ગયા છે. ચોમાસા આગમન અને તે પહેલાં દરવર્ષે કોર્પોરેટર્સની ગ્રાન્ટમાંથી મોટા પ્રમાણમાં ટીગાર્ડનું વિતરણ કરવામાં આવતું હોય છે પરંતુ આ વખતે તે શક્ય નથી એટલે હવે મહાનગરપાલિકાના સ્વભંડોળમાંથી ટ્રી ગાર્ડ આપવા માંગ કરવામાં આવી છે. આ અંગે પૂર્વ ડેપ્યુટી મેયર નાઝાભાઈ ઘાંઘરે મુખ્યમંત્રી વિજય રૂપાણીને લેખિત રજૂઆત કરી છે.

જેમાં તેઓએ રજૂઆત કરી છે કે કાઉન્સિલર્સની ગ્રાન્ટ હવે નથી અને મ્યુનિસિપલ કમિશરને પાસે પણ કોઈ વિવેકાધીન ગ્રાન્ટ નથી જેથી મનપામાં સ્વભંડોળમાંથી ટ્રીગાર્ડ માટે ખર્ચ કરવો જોઈએ. ગાંધીનગરના નાગરિકો અને સંસ્થાઓને વૃક્ષોના રક્ષણ માટે ટ્રી ગાર્ડ આપવામાં આવે તો ગાંધીનગરનો હરિયાળો વિસ્તાર વધી શકે છે. જેથી પૂર્વ ડેપ્યુટી મેયરે શહેરમાં 5 હજાર જેટલા ટ્રી ગાર્ડનું વિતરણ કરાવવા અને જરૂરિયાત મુજબના રોપા નર્સરીમાંથી ખરીદી કરવા માંગ કરી છે.

આ માટે મુખ્યમંત્રી તરફથી કોર્પોરેશનને જરૂરી આદેશ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. નોંધનીય વાત એ છે કે, ચોમાસા આગમન અને તે પહેલાં દરવર્ષે કોર્પોરેટર્સની ગ્રાન્ટમાંથી મોટા પ્રમાણમાં ટીગાર્ડનું વિતરણ કરવામાં આવતું હોય છે પરંતુ આ વખતે તે શક્ય થાય એમ નથી. આથી આ માંગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...