રજૂઆત:ભાડાના લાયસન્સથી ચાલતા 70 ટકા મેડિકલ સ્ટોર્સની માન્યતા રદ કરવા માંગ

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાર્યવાહી કરવા ફૂડ કમિશનરને રજૂઆત
  • આવા મેડિકલ સ્ટોર્સથી લોકોના આરોગ્ય સાથે ચેડા થાય છે

ભાડાના લાયસન્સ ઉપર ધમધમતા મેડિકલ સ્ટોર્સથી લોકોના આરોગ્ય સાથે ચેડા થઇ રહ્યા છે. આથી આવી મેડિકલ સ્ટોર્સનું લાયસન્સ રદ કરીને તેની સામે કડક કાર્યવાહી કરવાની માંગણી સાથે ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશને ખોરાક અને ઔષદ નિયમન તંત્રને રજુઆત કરી છે.મેડિકલ સ્ટોર્સ ખોલવા માટે રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાસ કાયદા બનાવવામાં આવ્યા છે. તેમાં ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ-1940 મુજબ ભાડાના લાયસન્સ ઉપર મેડિકલ સ્ટોર્સ ચલાવી શકાય નહી. તેમ છતાં રાજ્યભરમાં આવેલા મેડિકલ સ્ટોર્સમાંથી 70 ટકા મેડિકલ સ્ટોર્સ ભાડાના લાયસન્સથી ધમધમી રહ્યા છે.

તેમ છતાં ફુડ અને ડ્રગ્સ વિભાગ દ્વારા કોઇ જ તપાસ કરીને કાયદેસરની પગલાં લેવામાં આવતા નથી તેવો આક્ષેપ ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશને કર્યો છે. આવા ભાડાના લાયસન્સ ઉપર ચાલતા મેડિકલ સ્ટોર્સના લેભાગુ લોકો વધુ નફો રળવાની લાલચમાં હલકી ગુણવત્તાની દવાઓનું વેચાણ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. તેમાં છેલ્લા બે વર્ષમાં જ આવા લેભાગુ લોકો દ્વારા ફાર્માસિસ્ટના ભાડાના લાયસન્સ ઉપર ગલીએ ગલીએ દવાની હાટડીઓ ખોલીને બેસી ગયા છે. તેમ છતાં તેના ઉપર કોઇ જ પગલાં લેવામાં આવતા નથી.

ભાડાના લાયસન્સ ઉપર ચાલતા મેડિકલ સ્ટોર્સ દ્વારા ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ-1940નું પાલન કરવામાં આવતું નથી. જે અંગે ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશને વારંવાર ખોરાક અને ઔષદ નિયમન તંત્રને લેખિત રજુઆત કરવામાં આવી છે. તેમ છતાં આવા ભાડાના લાયસન્સ ઉપર ચાલતા મેડિકલ સ્ટોર્સના સંચાલકો સામે કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી. તેમાંય જો સજા કરવામાં આવે તો માત્ર બે દિવસ દવાનું વેચાણ બંધ રાખવાની સજા કરીને આવા લેભાગુ તત્વોને છાવરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશને કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...