દરખાસ્ત:દ્વિતીય કસોટીના ગુણ સ્કેનને બદલે ડેટા એન્ટ્રી કરવા માંગ

ગાંધીનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એન્ટ્રી માટે વધુ સમય લાગતો હોવાથી ડેટા એન્ટી કરવી સરળ બની રહે છે

પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના પરીક્ષાના ગુણને સ્કેન કરીને એપમાં અપલોડ કરવાનો નિયમ બનાવ્યો છે. જોકે તેનાથી સમય વધુ લાગતો હોવાથી સ્કેનને બદલે ડેટા એન્ટ્રી કરવાની માંગ શિક્ષકોમાં ઉઠી છે. આથી દ્વિતીય પરીક્ષાના વિદ્યાર્થીઓના ગુણ સ્કેન કરીને નહી પરંતુ ડેટા એન્ટ્રીથી કરવા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે માંગણી કરી છે.

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં લેવામાં આવતી એકમ કસોટી તેમજ પ્રથમ અને દ્વિતીય કસોટી આપનાર વિદ્યાર્થીઓના ગુણ શિક્ષણ વિભાગની એપમાં અપલોડ કરવાનો નિયમ બનાવ્યો છે. જોકે વિદ્યાર્થીઓના ગુણ સ્કેન કરવાના નિયમથી સાચા ગુણની માહિતી મળી રહે છે.

પરંતુ તેની સાથે સાથે સ્કેન કરીને વિદ્યાર્થીઓના ગુણ એપમાં અપલોડ કરવાની કામગીરી વધુ સમય માંગી લે તેવી છે. ઉપરાંત સર્વરની સ્પિડ ધીમી હોવાથી અનેક વખત સર્વર ડાઉન હોવાથી એપ ખુલતી જ નથી. જુના એન્ડ્રાઇ ફોનમાં પણ એપ કામ કરતી નથી.

આથી આવી સ્થિતિમાં ગુણ સ્કેન કરવાની કામગીરી સમયસર થતી નહી હોવાથી શાળા અને શિક્ષકોની નબળી અથવા લેટ કામગીરી હોવાનું ચિત્ર ઉભું થતું હોવાનું શિક્ષકોએ જણાવ્યું છે. વિદ્યાર્થીઓના દ્વિતીય પરીક્ષા ગુણ સ્કેન કરવાની કામગીરીમાં ઘણાં બધા માનવ કલાક વેડફાય છે. ઉપરાંત દરેક વિદ્યાર્થી દીઠ કાગળ કરવો એ લાંબી પ્રક્રિયા છે.

અન્ય સમાચારો પણ છે...