મુશ્કેલી:વલાદમાં બિસમાર રોડનું કામ ચોમાસા પહેલાં કરવા માગ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગામમાં અંદાજે 2000 હજાર ઘર આવેલાં છે
  • ગ્રામજનોને અવરજવર કરવામાં મુશ્કેલી

ગાંધીનગર તાલુકાના વલાદ ગામ ખાતે મેઈન રોડથી અંદર ગામ સુધીનો રસ્તો બિસ્માર બની ગયો છે. લાંબા સમયથી ખરાબ થયેલા રોડને પગલે ગ્રામજનોને અવર-જવરમાં ભારે મુશ્કેલી પડે છે. રોડનું કામો ચોસામા પહેલા કરવા માંગ ઉઠી છે.

વલાદ ગામમાં અંદાજે 1500-2000 હજાર જેટલા ઘર અને 8 હજારથી વધુની વસ્તી છે. જેને પગલે ગામના આ રસ્તા પર આખો દિવસ મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહે છે. ગ્રામજનોના આક્ષેપ મુજબ લાંબા સમયથી બિસ્માર બનેલા રસ્તા માટે કોઈ કામગીરી થતી નથી. ત્યારે રસ્તાની કામગીરી ક્યારે થશે તે એક સવાલ છે. હવે એક-દોઢ મહિના પછી ચોમાસુ શરૂ થઈ ગયા બાદ રસ્તાની હાલત આનાથી પણ ખરાબ થઈ જશે. જેને પગલે ચોમાસા પહેલાં વલાદ ગામના રસ્તાની કામગીરી વહેલામાં વહેલી તકે પૂર્ણ કરી દેવા ગ્રામજનોની માંગણી ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...