આવેદન:જંત્રાખડીના દુષ્કર્મ-હત્યા કેસમાં 21 લાખની સહાય આપવા માગ

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહાગુજરાત દશનામ ગોસ્વામી મહામંડળ દ્વારા CMને આવેદન . - Divya Bhaskar
મહાગુજરાત દશનામ ગોસ્વામી મહામંડળ દ્વારા CMને આવેદન .
  • આરોપીને કડક સજા કરવાની માંગ સાથે મહાગુજરાત દશનામ ગોસ્વામી મહામંડળે CMને પાઠવેલું આવેદનપત્ર

કોડીનારના જંત્રાખડી ગામની 8 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ ગુજારી હત્યા કરવાના કેસમાં આરોપીને કડક સજા સાથે પરિવારને આર્થિક સહાયની માંગ કરવામાં આવી છે. મહાગુજરાત દશનામ ગોસ્વામી મહામંડળના પ્રમુખ સંજયગીરી ગોસ્વામી સહિતના આગેવાનો આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદનપત્ર આપ્યું હતું.

જેમાં તેઓએ માંગ કરી છે કે, દશનામ ગોસ્વામી સમાજની દીકરીના પિતા પરપ્રાંતમાં મજૂરી કરે છે અને ગામમાં રહી ભીક્ષાવૃતી કરી માંડ-માંડ ગુજરાન ચલાવે છે. પુત્રી સાથે થયેલી ઘટનાથી તેઓને ખૂબ આઘાત લાગ્યો છે. તેઓને માત્ર આ એકની એક દીકરી હતી, મા-પિતા હાલમાં નિરાધાર સ્થિતિમાં મુકાઈ ગયા છે.

જેથી સમાજ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 21 લાખની સહાયની માંગ કરાઈ છે. આ ઉપરાંત સમગ્ર કેસમાં પોલીસ ઝડપથી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરે અને સ્પેશિયલ સરકારી વકીલ નિમવાની માંગ કરાઈ છે. ફાસ્ટેક કોર્ટમાં રોજેરોજ સુનાવણી રાખી આરોપીને ઝડપથી ફાંસીની સજા થાય તેવી માંગ મહામંડળ કરવામાં આવી છે.