તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:આલમપુરથી શિહોલીના કાચા નાળિયાને ડામર કરવા માગણી

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • CM ગ્રામ સડક યોજના હેઠળ કાચા નાળિયાને જોડવા રજૂઆત
  • રોડ પાકો બને તો ગ્રામજનોને 3 કીમી જેટલું ઓછુ અંતર કાપવું પડશે

આલમપુરથી શિહોલી મોટી જવા માટે કાચા નાળિયાથી માંડ દોઢ કિ.મી.નું અંતર થાય છે. જ્યારે રોડ ઉપરથી જવાથી ચારેક કિ.મી.થી વધુ અંતર થતું હોવાથી ગામના કાચા નાળિયાને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાથી જોડવાની માગણી આ ગામના સરપંચે કરી છે.

નાળિયામાં મેટલ અને ડામર કામ કરીને જોડવામાં આવે તેવી માંગ કરી છે
ગામડાઓમાં માળખાકિય સુવિધાઓ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અનેક યોજનાઓ શરૂ કરી છે. જેમાં ગામડાના કાચા રસ્તાઓમાં મેટલ કામ કરીને ડામરના રસ્તા બનાવવા માટે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના શરૂ કરી છે. ત્યારે આ યોજનાનો લાભ ગાંધીનગરથી માંડ પાંચ કિલોમીટરના અંતરે આવેલા આલમપુર ગામના લોકોને મળે તેવી માંગ ગ્રામજનોમાં ઉઠી છે એક ગામથી બીજા ગામે જવા માટે કાચા નાળિયાનો લોકો ઉપયોગ કરતા હોય છે. પરંતુ હાલમાં ચોમાસાની ઋતુ હોવાથી કાચા નાળિયામાં વરસાદી પાણી ભરાઇ જતું હોવાથી જવું કપરૂ બને છે. ત્યારે આલમપુર ગામના એપ્રોચ રોડથી શિહોલી બકળીયાદેવ મંદિરથી ગાંધીનગર ચિલોડા રોડને જોડતા ડામરના રોડને ક્રોસ કરીને ચિલોડા જતા કાચા નાળિયામાં મેટલ અને ડામર કામ કરીને જોડવામાં આવે તેવી માંગ આલમપુર ગામના સરપંચ સુર્યાબહેન સોલંકીએ કરી છે. ડામરનો રોડ બને તો ગ્રામજનોને ત્રણ કિમી ઓછું અંતર કાપવું પડે. આ માર્ગ ઉપર શિહોલી તેમજ આલમપુરના ગામના અનેક ખેડૂતો માટે આશીર્વાદરૂપ બની રહેશે આથી આ નાળિયામાં મેટલ અને ડામરનો રોડ બનાવવાની માંગ સાથે આલમપુરના સરપંચે ગાંધીનગર જિલ્લા પંચાયતના નાયબ કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...