તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગણી:ગુજરાતમાં સ્થાનિક રોજગારી નક્કી કરવા ઉચ્ચકક્ષાની સમિતિ નીમવા માગ

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગર જાગૃત નાગરિક પરિષદની માંગણી

ગુજરાત રોજગારી આપવા સંદર્ભમાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે છે તે માટે રાજ્ય સરકારને અભિનંદન આપવા સાથે ગાંધીનગર જાગૃત નાગરિક પરિષદે માંગણી કરી છે કે ગુજરાત સરકારની સહાયથી ગુજરાતમાં સ્થપાતા ઉદ્યોગોમાં 85 ટકા સ્થાનિક રોજગારી આપવાના સરકારના આદેશોનો અમલ થાય તે માટે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચકક્ષાની સમિતિ નિમવામાં આવે. સમિતિની ત્રિમાસિક બેઠકો યોજાય અને ઉદ્યોગોમાં સ્થાનિક રોજગારીની ટકાવારી સુનિશ્ચિત કરવામાં આવે. આ સમિતિમાં ઉદ્યોગ વિભાગ ઉપરાંત શ્રમ અને રોજગાર વિભાગના સચિવનો સમાવેશ કરવામાં આવે.

આ અંગે બે વર્ષ પહેલાં પણ ગાંધીનગર જાગૃત નાગરિક પરિષદે સરકારમાં રજૂઆત કરી હતી. 25-07-2016ના ઠરાવ મુજબ જો ઉદ્યોગોએ 85 ટકા સ્થાનિકોને રોજગારી આપી નહિ હોય તો તેમને મળવાપાત્ર સહાય પરત મેળવવાની રહે છે. આ બેદરકારી માટે સંબંધિત વિભાગના અધિકારીઓ સામે કાર્યવાહી હાથ ધરાય. ગુજરાત સરકાર દ્વારા જમીન, પાણી તેમજ નાણાંકીય સહાય મેળવતા ઉધોગો માટે 85 ટકા સ્થાનિક રોજગારી આપવાનું ફરજિયાત છે .

અન્ય સમાચારો પણ છે...