તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કચ્છ જિલ્લાના મુન્દ્રાના ગઢવી યુવકના પોલીસ કસ્ટડીમાં થયેલા મોતનો મામલો ગરમાયો છે. જે મુદ્દે અખિલ ભારતીય ચારણ ગઢવી મહાસભા તથા માઁ મોગલ સેના દ્વારા ગાંધીનગર કલેક્ટરને આવદેનપત્ર અપાયું છે. જેમાં ગઢવી સમાજના યુવાનના મોતમાં જવાબદારોની તાત્કાલિક અટકાયત કરવા તથા કાયદાકીય રીતે કાર્યવાહી કરવા માંગ કરાઈ છે. અરજીકર્તાઓએ કલેક્ટર કુલદીપ આર્યને સમાજની લાગણી સરકાર સુધી પહોંચાડવા કહેવાયું હતું. આવેદપત્રના કાર્યક્રમમાં રાણેસરના ઘનશ્યામદાન મોડ, સાણંદના મુકેશદાન વિઠું તથા અખિલ ભારતીય ચારણ ગઢવી મહાસભાના ગુજરાતના તથા ગાંધીનગર જિલ્લાના હોદેદારો તથા માઁ મોગલસેનાના આગેવાનો હાજર રહ્યાં હતા.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.