રજુઆત:સિવિલમાં 24 કલાક મેડિકલ સ્ટોર ચાલુ રાખવા માંગ

ગાંધીનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક

સિવિલ હૉસ્પિટલમાં ઇમરજન્સી સારવાર 24 કલાક અપાય છે પરંતુ સંકુલમાં દિનદયાળ મેડિકલ સ્ટોર બંધ રહેતો હોવાથી બહારથી લખી આપેલી દવા લેવા માટે દર્દીઓને હાલાકી પડે છે. આથી સિવિલ હૉસ્પિટલમાં 24 કલાક મેડિકલ સ્ટોર્સ ખુલ્લો રાખવાની માગણી સાથે ગાંધીનગર શહેર વસાહત મહાસંઘના પ્રમુખે કલેક્ટરને રજૂઆત કરી છે.

રાત્રે ઇમરજન્સીમાં આવતા દર્દીઓને હૉસ્પિટલમાંથી જ દવા અપાય છે પરંતુ અમુક દવાઓ ન હોવાથી બહારથી લાવવાનું કહેવાય છે પરંતુ મેડિકલ સ્ટોર ખુલ્લા ન હોવાથી હાલાકી વેઠવી પડતી હોવાનું શહેર વસાહત મહાસંઘના પ્રમુખ કેસરીસિંહ વાઘેલાએ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે લોકોને વ્યાજબી ભાવે દવાઓ મળી રહે તે માટે સિવિલ કેમ્પસમાં પંડિત દિનદયાળ મેડિકલ સ્ટોર ખોલવામાં આવ્યો છે પરંતુ રાત્રીના 10 વાગ્યા પછી બંધ કરી દેવામાં આવે છે. આથી ઇમરજન્સી સારવાર માટે જરૂરી દવા ન મળતાં દર્દીઓનાં સગાંની દોડધામ વધી જાય છે.

અન્ય સમાચારો પણ છે...