તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:કોંગ્રેસમાં નેતાઓની ખેંચતાણથી ઉમેદવારોની જાહેરાતમાં વિલંબ!

ગાંધીનગર20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અનેક બેઠકો પર એક કરતાં વધુ નામો મુદ્દે માથાકૂટ
 • કોંગ્રેસે રાત સુધીમાં કોઈ ઉમેદવારોની જાહેરાત કરી ન હતી

ગાંધીનગર જિલ્લા પંચાયત, કલોલ, દહેગામ અને માણસા તાલુકા પંચાયતમાં ભાજપે પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા ગુરૂવારે રાત સુધીમાં કોઈ ઉમેદવારોની જાહેરાત કરી ન હતી. જેને પગલે કોંગ્રેસમાં ઉમેદવારો મુદ્દે આંતરીક કકડાટ અને નેતાઓની ખેંચતાણને પગલે ઉમેદવારોની જાહેરાતમાં વિલંબ થયો હોવાની ચર્ચા ચાલી રહી છે. દહેગામ, માણસા તાલુકા પંચાયત અને ગાંધીનગર જિલ્લા પંચાયતની અનેક બેઠકો પર એક કરતાં વધુ ઉમેદવારો મુદ્દે ખેંચતાણ યથાવત હોવાનું કહેવાયા છે. જેને પગલે જિલ્લા કોંગ્રેસ દ્વારા ઉઠેલો આંતરિક વિરોધ અને ખેંચતાણ શાંત પડે તે પછી ધીરે રહીને ઉમેદવારોની જાહેરાત તેવી શક્યતા છે. મળેલી માહિતી જિલ્લા પંચાયતની છાલા, સરઢવ, સાદરા સહિતની બેઠકમાં બહુ ખેંચતાણ હોવાનું કહેવાય છે. આ ઉપરાંત કોંગ્રેસમાં સૌથી વધુ ખેંચતાણ દહેગામની મોટાભાગની બેઠકોમાં તથા માણસાની પણ અનેક બેઠકો પર ઉમેદવારો મુદ્દે ખેંચતાણ હોવાની વાત છે.

કોંગ્રેસમાં ઉમેદવારો મુદ્દે આંતરીક કકડાટ અને નેતાઓની ખેંચતાણને પગલે ઉમેદવારોની જાહેરાતમાં વિલંબ થયો હોવાની ચર્ચા ચાલી રહી છે. આ ઉપરાંત દહેગામ, માણસા તાલુકા પંચાયત અને ગાંધીનગર જિલ્લા પંચાયતની અનેક બેઠકો પર એક કરતાં વધુ ઉમેદવારો મુદ્દે ખેંચતાણ યથાવત હોવાનું કહેવાયા છે.

ભાજપના મોટાભાગના ઉમેદવારો વિજય મૂહૂર્તમાં ફોર્મ ભરે તેવી શક્યતા
ભાજપ દ્વારા ગાંધીનગર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઉમેદવારો જાહેર કરી દીધા છે. ત્યારે મોટાભાગ ઉમેદવારો આજે 12.39ના વિજય મૂહૂર્તમાં ફોર્મ ભરે તેમ છે. એક તરફ ભાજપના ઉમેદવારો ફોર્મ ભરવાની શરૂઆત કરી દેધી ત્યારે કોંગ્રેસ હજુ ઉમેદવારો નક્કી કરી શક્યા નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો