તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સામાજિક અંતર જાળવવા, ભીડભાડવાળી જગ્યાએ નહી જવા તેમજ માસ્ક પહેરવા માટે રાજ્ય સરકાર ગાઇ વગાડીને લોકોને કહ્યું હતું. તેમ છતાં લોકોએ દિવાળી પર્વના આગામને લઇને મન મુકીને ખરીદી કરી હતી. ઉપરાંત ઠંડીની શરૂઆત થઇ હોવાથી લાભપાંચમ પછી કોરોનાનો સેકન્ડ રાઉન્ડ શરૂ થશે. જેને લઇને ગાંધીનગર સિવિલ હોસ્પિટલના પાંચમા અને છઠ્ઠા મજલાના વોર્ડને ખોલી દેવામાં આવ્યા છે. વધુમાં જો આવી જ સ્થિતિ રહી તો બેડની કેપેસીટી પણ વધારવી પડશે.
કોરોનાનું સંક્રમણ વધી ગયું છે જેને પરિણામે ઘરે ઘરે બિમારીની ખાટલા જેવી સ્થિતિ બની રહી છે. જોકે હાલમાં કોરોનાની કોઇ જ વેક્સિન શોધાઇ નહી હોવાથી કોરોનાની બચવા માટે સલામતી અને સાવધાની જ વેક્સિન છે. ઉપરાંત કોરોનાના વધતા જતા સંક્રમણને પગલે દો ગજ કી દુરી રાખવા, ભીડવાળી જગ્યાએ જવું નહી તેમજ ફરજિયાત માસ્ક પહેરવા લોકોને રાજ્ય સરકારે અપીલ કરી હતી. તેમ છતાં તેની જાણે કોરોનાની મહામારી નાબુદ થઇ ગઇ હોય તેમ લોકો બિન્દાસ બનીને બજારમાં ખરીદી કરતા જોવા મળતા હતા. જેમાં સામાજિક અંતર જળવાતું ન હોતું. ઉપરાંત ચહેરા ઉપર માસ્ક પણ રહેતો નહી. દિપાવલી પર્વની ઉજવણીમાં લોકોએ દાખવેલી લાપરવારીથી લાભપાંચમે કોરોના મુર્હુત કરે તેવી શક્યતા રહેલી છે.
ઠંડીની સીઝન શરૂ થઇ ગઇ છે ઉપરાંત દિવાળીને પગલે બજારોમાં હકડેઠઠ ભીડ જોવા મળતી હતી. આથી કોરોનાનું સંક્રમણ બેફામ થયું હોવાથી તેની અસર લાભપાંચમ બાદ જોવા મળશે. દિપાવલી પર્વો બાદ કોરોનાના કેસ અકલ્પનિય રીતે વધશે તેને ધ્યાનમાં રાખીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પાંચમા અને છઠ્ઠા મજલે બંધ કરેલા વોર્ડને ખોલી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે હાલમાં પણ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના 60 જેટલા દર્દીઓને દરરોજ દાખલ કરવામાં આવી રહ્યા છે.
આથી આગામી સમયમાં પરિસ્થિતિ વધારે ગંભીર બની રહેવાની પણ શક્યતા રહેલી છે. હાલમાં કોરોનાની સારવાર લઇ રહેલા 15 દર્દીઓને વેન્ટીલેટર અને 3 દર્દીઓને બાયપેપ ઉપર સહિત કુલ 160 જેટલા દર્દીઓને કોવિડ વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી છે. ઉપરાંત દિવાળી પછી કોરોના કેસના વિસ્ફોટને પહોંચી વળવા માટે સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હોવાનું સિવિલ હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું છે. નોંધનીય એ છે કે, હાલમાં કોરોનાની કોઇ જ વેક્સિન શોધાઇ નહી હોવાથી કોરોનાની બચવા માટે સલામતી અને સાવધાની જ વેક્સિન છે. તેથી આપણે સાવધાની રાખવી જોઈએ.
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.