તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:કેસ ઘટતાં સાંસદની લોકાર્પણ- ખાતમુહૂર્તોની તૈયારીઓ શરૂ

ગાંધીનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમિત શાહના કાર્યાલય દ્વારા તપાસ શરૂ
  • જિલ્લા તંત્ર પાસેથી લોકાર્પણ-ખાતમુહૂર્તો થઈ શકે તેવાં કામોની વિગતો મંગાવાઈ

ગાંધીનગર સહિત રાજ્યભરમાં કોરોના કેસ ઘટતા હવે વેપાર-ધંધા શરૂ થઈ ગયા છે. સરકારે હવે 50ની સંખ્યા સાથે રાજકીય-ધાર્મિક કાર્યક્રમ કરવાની છૂટ આપી છે. ત્યારે હવે રાજકીય નેતા પણ લોકાર્પણ, ખાતમૂહૂર્ત સહિતના કામો માટે તૈયાર થઈ ગયા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહના કાર્યાલય દ્વારા પણ આ તૈયારી શરૂ કરી દેવાઈ છે.

આધારભૂત સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સાંસદ અમિત શાહના કાર્યાલય દ્વારા જિલ્લા તંત્ર પાસે વિગતો મંગાવાઈ છે, જેમાં નવી માર્ગદર્શિકા મુજબ ગાંધીનગર લોકસભા વિસ્તારમાં કરવા જેવા વિવિધ કાર્યક્રમો જેવા કે લોકાર્પણ, ખાતમૂહૂર્ત, લાભાર્થીઓને વિતરણ કાર્યક્રમ તે અંગે વિગતો માંગવામાં આવી હતી.જેમાં તંત્ર હાર્ડ અને સોફ્ટ કોપીમાં આ વિગતો માંગવામાં આવી છે, જેમાં 12 જૂન પહેલાં જ આ માહિતી આપી દેવા કહેવાયું છે. એટલે કહીં શકાય કે હવે કેસો ઘટના ખાતમૂહૂર્ત-લોકાર્પણ સહિતના કાર્યક્રમો શરૂ થશે.

અન્ય સમાચારો પણ છે...