લોકાર્પણ:બિલાસિયામાં 14 લાખના ખર્ચે બનેલા નવા પંચાયત ઘરનું લોકાર્પણ

વહેલાલ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1 વર્ષથી બનતો માર્ગ પૂર્ણ કરાવવા ધારાસભ્ય સમક્ષ માગ
  • ધારાસભ્યના હસ્તે પંચાયત ઘરનું ઉદ્ઘાટન કરાયું

કોરોના સમયે પ્રજાની વચ્ચે ન ફરકેલા નેતાઓ હવે બીજી લેહર હળવી થતા જ તેમજ છૂટછૂાટ અપાતા જ પ્રજાની વચ્ચે આવી લોકાર્પણવિધિ ના કાર્યક્રમની શરૂઆત કરવા લાગી ગયા છે. તેવું દસક્રોઈ તાલુકાના બીલાસિયા ગામમાં નવા પંચાયત ઘરના લોકાર્પણમાં દસક્રોઈ ધારાસભ્યની હાજરી પરથી લાગી રહ્યું છે. દસક્રોઈના બીલાસિયા ગામમાં દસક્રોઈ ધારાસભ્ય બાબુભાઇ જમનાદાસ પટેલના હસ્તે 14 લાખના ખર્ચે નવા બનેલા પંચાયત ઘરના મકાનનું રીબીન કાપીને લોકાર્પણ કર્યું છે.

આ પ્રસંગે બીલાસિયા વહેલાલ તાલુકા સીટના સદસ્ય ઉમેશભાઈ ગોરધનભાઈ પટેલ સહિત તાલુકા બીજેપીના કાર્યકરો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. નવા બનેલા 2 માળના પંચાયત ઘરમાં ગ્રાઉન્ડ ફ્લોર પર તલાટી, સરપંચનો અલગ અલગ રૂમ છે તેમજ વીસીઈ ગ્રામ્ય કોમ્પ્યુટર ઓપરેટર માટે અલગથી હોલ બનાવાયો છે.તો બીજા માળે વિશાળ હોલ બનાવાયો છે.

ગ્રામ પંચાયતના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેલ દસક્રોઈ ધારાસભ્ય, તેમજ વહેલાલ સીટના તાલુકા સદસ્ય સમક્ષ 1 વર્ષથી વહેલાલથી બીલાસિયા પાસેના કઠવાડા 7 કિમીમાં પહોળા બની રહેલા રોડ પરનું ડામર કામ જ બાકી છે તે સત્વરે પૂર્ણ કરાવવા માગ ઊઠી છે. જો ચોમાસા પૂર્વે માર્ગની કામગીરી પૂર્ણ કરવામાં નહીં આવે તો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. આથી કોન્ટ્રાકટર પાસે ઝડપથી કામગીરી પૂર્ણ કરાવવા માગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...