તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડ્રાઇવરોની ઘટ:ST ડેપોમાંથી વય મર્યાદાથી ડ્રાઇવરો નિવૃત્ત થતાં 19ની ઘટ

ગાંધીનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • લીવ રીઝર્વનો ઉપયોગ કરવાની ફરજ પડી

નગરના ડેપોમાં ગત જૂન-2021માં 11 ડ્રાઇવરો નિવૃત્ત થતા કુલ 19 ડ્રાઇવરોની ઘટ ઊભી થવા પામી છે. ડ્રાઇવરોની ઘટના કારણે દરરોજની બસોની 641 ટ્રીપો માટે જરૂરી ડ્રાઇવર નહીં હોવાથી લીવ રીઝર્વવાળા ડ્રાઇવરનો ઉપયોગ કરવાની ફરજ પડી છે. આથી ડેપોમાં ડ્રાઇવરની ઘટ પુરવાની માંગ ઉઠી છે.

ગાંધીનગર ડેપોમાં અગાઉ 8 ડ્રાઇવરોની ઘટ તો હતી તેમાં ગત જૂન-2021માં વધુ 11 ડ્રાઇવરો નિવૃત્ત થયા છે. આથી હાલમાં ડેપોમાં કુલ 19 ડ્રાઇવરોની ઘટ ઊભી થઇ છે. આથી ટ્રીપોના સંચાલન માટે લીવ રીઝર્વ ડ્રાઇવરોનો ઉપયોગ કરવાની ફરજ પડતી હોવાનું નગરના ડેપોના માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે.

કોરોના બાદ ડેપોની આવકમાં વધારો કરવા ટ્રીપોનું સંચાલન અન્ય સ્થળોનું કરવા નિગમ દ્વારા આદેશ કરાયો છે. જ્યારે બીજી તરફ ડ્રાઇવરોની ઘટ પુરવામાં નહી આવતા લીવ રીઝર્વવાળા ડ્રાઇવરનો ઉપયોગ કરવાની ડેપોને ફરજ પડી છે. ડેપોમાંથી ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના વિવિધ વિસ્તારોને આવરી લેતા બસોની કુલ 641 ટ્રીપો દોડાવવામાં આવે છે.

જેના માટે ડેપોને દરરોજ કુલ 169 ડ્રાઇવરની જરૂર પડે છે. જોકે વીક ઓફના કારણે અમુક ડ્રાઇવરોની ઓટ રહેતી હોવાથી લીવ રીઝર્વવાળા ડ્રાઇવરોની જરૂર પડે છે. જોકે હાલમાં ડેપોમાં 179 ડ્રાઇવરો હોવાથી દરરોજની ટ્રીપોના સંચાલન માટે ડ્રાઇવરોને રજા અપાતી નથી. દરરોજની બસોની ટ્રીપોને ધ્યાનમાં રાખીને કુલ 197 ડ્રાઇવરોની જરૂર પડે છે. ડ્રાઇવરોની ભરતી કરી ઘટની સમસ્યા નાથવાં માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...