તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત:જિલ્લામાં 4 દિવસથી સંક્રમિતોની સંખ્યામાં ઘટાડો

ગાંધીનગર15 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • 29 એપ્રિલે 349, 30મીએ 331, 1મેએ 320 અને 2મેએ 315 કેસ

જિલ્લાની 315 વ્યક્તિઓ કોરોનાની ઝપટમાં આવતા કુલ આંકડો 14553એ પહોંચ્યો છે. જોકે કોરોનાની વિકટ બનતી સ્થિતિમાં છેલ્લા પાંચ દિવસથી કોરોનાના કેસમાં દિન પ્રતિદિન ઘટાડો થઇ રહ્યો છે. ઉપરાંત કરોનાને હરાવનાર દર્દીઓની સંખ્યામાં પણ વધારો નોંધાઇ રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગે પ્રસિદ્ધ કરેલી પ્રેસનોટના આધારે ગત તારીખ તારીખ 29મી, એપ્રિલે 349 કેસની સામે 223 દર્દીઓ સાજા અને ગત તારીખ 30મી, એપ્રિલે 331 કેસની સામે 188 દર્દીઓ સાજા અને ગત તારીખ 1લી, મેના રોજ 320 કેસની સામે 233 દર્દીઓ સાજા જ્યારે 2જી, મેના રોજ 315 કેસની સામે 305 દર્દીઓના સાજા થયા છે.

જ્યારે છેલ્લા પાંચ દિવસમાં 11 દર્દીઓના કોરોનાથી મોત થયું છે. રવિવારે કોરોનાની સારવાર લઇ રહેલા વધુ 33 દર્દીઓના મોત થતા કુલ આંકડો 1557એ પહોંચ્યો છે. જોકે કોરોનાના દર્દીઓના મોતની સાચી વિગતો તો આરોગ્ય વિભાગના ડેથ ઓડિટ બાદ જ જાણવા મળશે. કોરોનાથી સંક્રમિતોમાં વિદ્યાર્થી, વેપારી, ગૃહિણી, પ્રોફેસર, ડોક્ટર, એરફોર્સનો જવાન, ડ્રાઇવર, પોલીસ જવાન, કોન્ટ્રાક્ટર, સિક્યુરિટી જવાન, સેવક, ખેડુત સહિતનો સમાવેશ થાય છે. તમામ દર્દીના પરિવારજનોને તેમજ તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને હોમ કોરન્ટાઈન કરવામાં આવ્યા છે. આ સાથે તમામ સંક્રમિત દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યાં છે.

ચારેય તાલુકમાંથી કુલ 162 કેસ, 4 દિવસમાં કોરોનાને હરાવનાર દર્દીઓની સંખ્યા વધી
જિલ્લાના ચારેય તાલુકામાંથી દહેગામમાંથી 17 કેસમાં નગરપાલિકા વિસ્તારમાંથી 6, ભાગુજીના મુવાડામાંથી 1, ઝીંડવામાંથી 1, જુના થાંભલીયામાંથી 1, કડજોદરામાંથી 2, પીપળજમાંથી 1, લવાડમાંથી 1, મામાપરામાંથી 3, વડવાસામાંથી 1 કેસ નોંધાયો છે. જ્યારે ગાંધીનગર તાલુકામાંથી નવા 57 કેસમાં ડભોડામાંથી 3, દશેલામાંથી 5, જાખોરામાંથી 1, માધવગઢમાંથી 1, રાજપુરમાંથી 2, સાદરામાંથી 6, જલુદમાંથી 1, સરઢવમાંથી 4, ટીંટોડામાંથી 1, ચંદ્રાલામાંથી 1, લવારપુરમાંથી 1, મોટાચિલોડામાંથી 2, રૂપાલમાંથી 17, વાસણમાંથી 3, અડાલજમાંથી 1, શેરથામાંથી 2, ઉવારસદમાંથી 4, સોનારડામાંથી 1, વીરાતલાવડીમાંથી 1 કેસ નોંધાયો છે. કલોલ તાલુકામાંથી નવા 54 કેસમાં બોરીસણામાંથી 1, જાસપુરમાંથી 3, ખાત્રજમાંથી 5, આમજામાંથી 4, ચાંદીસણામાંથી 3, નાદરીમાંથી 2, છત્રાલમાંથી 1, રાંચરડામાંથી 1, સાંતેજમાંથી 2, સઇજમાંથી 15, રણછોડપુરામાંથી 1, સોજામાંથી 1, નગરપાલિકા વિસ્તારમાંથી 15 કેસ નોંધાયા છે. ઉપરાંત માણસા તાલુકામાંથી નવા 34 કેસમાં આજોલમાંથી 2, વિહારમાંથી 1, ઇટાદરામાંથી 2, અનોડિયામાંથી 1, મહુડીમાંથી 2, રંગપુરમાંથી 1, નગરપાલિકા વિસ્તારમાંથી 4, લોદરામાંથી 4, પુંધરામાંથી 4, રીદ્રોલમાંથી 1, બદપુરામાંથી 3, ઇશ્વરપુરામાંથી 1, પ્રતાપનગરમાંથી 1, વરસોડામાંથી 1, દેલવાડામાંથી 1, પાટનપુરામાંથી 2, વ્યાસ પાલડીમાંથી 3 કેસ નોંધાયા છે.

મનપા વિસ્તારમાંથી વધુ 153 વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થઈ
મનપા વિસ્તારમાંથી વધુ 153 કેસમાં સેક્ટર-3માંથી 11, વાવોલમાંથી 10 કુડાસણમાંથી 9, પેથાપુરમાંથી 7, સરગાસણમાંથી 9, સેક્ટર-30માંથી 6, પાલજમાંથી 5, સેક્ટર-26માંથી 5, સેક્ટર-24માંથી 5, સેક્ટર-23માંથી 5, સેક્ટર-20માંથી 8, સેક્ટર-14માંથી 5, સેક્ટર-12માંથી 6, સેક્ટર-8માંથી 5, સેક્ટર-7માંથી 8, સેક્ટર-5માંથી 5, સેક્ટર-2માંથી 7, સેક્ટર-1માંથી 1, સેક્ટર-6માંથી 21, સેક્ટર-13માંથી 2, સેક્ટર-16માંથી 2, સેક્ટર-17માંથી 4, સેક્ટર-19માંથી 4, સેક્ટર-21માંથી 2, સેક્ટર-22માંથી 3, સેક્ટર-25માંથી 1, સેક્ટર-27માંથી 2, સેક્ટર-28માંથી 1, સેક્ટર-29માંથી 3, જીઇબીમાંથી 3, ઇન્ફોસીટીમાંથી 2, કોલવડામાંથી 2, રાંદેસણમાંથી 4, રાંધેજામાંથી 1, ઝુંડાલમાંથી 3 કેસ નોંધાયા છે. સંક્રમિતોના સંપર્કવાળા 385 વ્યક્તિઓને કોરન્ટાઇન કરવામા આવ્યા છે. તેમજ દર્દીના પરિવારજનોને પણ હોમ કોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો