તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:ગાંધીનગર જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યામાં ઘટાડો, આજે નવા 12 કેસ સામે 18 દર્દી ડીસ્ચાર્જ થયા

ગાંધીનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 40 સેન્ટરો પરથી 3290 લાભાર્થી નું ટીકાકરણ થયું

ગાંધીનગર નાં ગ્રામ્ય તેમજ કોર્પોરેશન વિસ્તારમાં આજે 12 કોરોના કેસો ની સામે 18 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જ્યારે જિલ્લાના 40 સેન્ટરો પરથી 3290 લાભાર્થીઓનું ટીકાકરણ કરવામાં આવ્યું હતું.

કોરોના વૈશ્વિક મહામારી ની ગતિ મંદ પડતાં આજથી ગાંધીનગર જિલ્લાનું જન જીવન પૂર્વવત રીતે ધમધમવા લાગ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોના કેસોમાં નોંધપાત્ર ઘટાડા ની સાથે છૂટા છવાયા કોરોના કેસો સામે આવી રહ્યા છે. ત્યારે આજે ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના 4 કેસોની સામે 6 દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા.

આજે ગ્રામ્ય વિસ્તારના દહેગામ માં 1,કલોલમાં 1,ગાંધીનગરનાં ચેખલારાણી માં 1 તેમજ માણસા માં 1 કેસ મળી કુલ કોરોનાના કેસ 4 સરકારી ચોપડે નોંધાયા હતા. જ્યારે કોર્પોરેશન વિસ્તારમાંથી 8 કોરોના કેસો સામે આવ્યા હતા. જેમાં સેકટર 2,સેકટર 3 તેમજ 3 ન્યુ, સેકટર 13, ઇન્દ્રોડા તેમજ કુડાસણ માંથી કુલ 8 કોરોના કેસ મળ્યા છે. જેની સામે 12 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

બીજી તરફ આજે ગાંધીનગર જિલ્લામાં 3290 લાભાર્થીને 40 સેન્ટરો પરથી કોરોના ની રસી આપવામાં આવી હતી ત્યારે અત્યાર સુધીમાં કોવિડ રસીનો 2 લાખ 52 હજાર 478 લાભાર્થીને પ્રથમ ડોઝ તેમજ 88 હજાર 025 લાભાર્થીને કોરોના નો બીજો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. જેમાં 45 થી 60 વય મર્યાદાના કો મોર્બિડીટી ધરાવતા અને 60 વર્ષથી વધુ વયના કુલ 1 લાખ 92 હજાર 630 લાભાર્થીને પ્રથમ ડોઝ તેમજ 64 હજાર 749 લાભાર્થીને કોરોનાનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...