તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:સ્માર્ટસિટીના કામોને ભ્રષ્ટાચારના નમૂના તરીકે જોવાલાયક સ્થળ જાહેર કરો: પૂર્વ કોર્પોરેટર

ગાંધીનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર સ્માર્ટસિટીના કામોમાં ભ્રષ્ટાચાર કરવાના હેતુથી જ કામગીરી થતી હોવાના આક્ષેપ પૂર્વ કોર્પોરેટરે કર્યો છે. પિન્કીબેન પટેલે આ અંગે મ્યુનિસિપલ કમિશરને લેખિત રજૂઆત કરી છે. તેમને માંગ કરી છે કે સ્માર્ટીસિટીની ગ્રાન્ટમાંથી થતાં કામોને ભ્રષ્ટચાર કરવાના હેતુથી થતી કામગીરીના નમુના તરીકે જોવાલાયક સ્થળ તરીકે જાહેર કરવાની વાત કરી છે. તેમની રજૂઆત મુજબ ઘ-4નો અંડરપાસ હાલમાં જ ખુલ્લો મુકાયા છે. મે માસમાં વાવાઝોડા દરમિયાન ચારે તરફી પાણીના બમ્બા પડતાં સ્વીમિંગ પુર બની ગયો હતો.

પ્રજાએ પણ ફરવાલાગક સ્થળ તરીકે લ્હાવો લીધો હતો. અંડરપાસમાંથી પસાર થાવ તો બેલેન્સ વગરના રેલવે ટ્રેક પર ગાડી જતી હોય તેવો અનુભવ થાય છે. અંડરપાસમાં લગાવેલી લાઈટો 15-15 દિવસ બંધ રહે છે, છતાં ભ્રષ્ટાચાર કર્યો હોવાને પગલે અધિકારીઓનું તેના પર ધ્યાન જતું નથી. હાલ ગ-4 અંડરપાસનું પણ કોઈપણ પ્રકારની રોકટોક વગર કામ ચાલે છે. કામગીરીમાં થતી ગેરરીતીઓને સામે તપાસ કરીને જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા જરૂરી હોવાનું પિન્કીબેન પટેલે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...