રાજ્યમાં આ વર્ષે અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ બંન્નેની અસર છે ત્યારે 27 તાલુકામાં 60 ટકા કરતા ઓછો વરસાદ પડયો હોવાથી તેને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા જોઇએ તેવી માગ કિસાન કોંગ્રેસના અધ્યક્ષ પાલ આંબલિયાએ મુખ્યમંત્રીને પત્ર લખીને કરી છે.
રાજ્યના 204 તાલુકામાં 60 ટકા કરતા ઓછો વરસાદ પડ્યો હોવાથી નિયમ પ્રમાણે આ તાલુકાઓમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો અમલ કરવાની માગ પણ તેમણે કરી હતી. તેમણે કહ્યું હતું કે, રાજ્યના 204 તાલુકામાં સતત 28 દિવસ સુધી વરસાદ પડયો નથી તેનો રેકોર્ડ પણ સરકારના જ તંત્ર પાસે છે,છતા આ તાલુકાઓમાં કિસાન સહાય યોજના લાગુ કરવામાં આવી નથી.
આ રીતે વર્ષ 2016ના કેન્દ્ર સરકારના અછતના મેન્યુઅલ પ્રમાણે 60 ટકા કરતા ઓછો વરસાદ હોય તે તાલુકો અછતગ્રસ્ત જાહેર કરવો જોઇએ. રાજ્યના 27 તાલુકામાં 60 ટકા કરતા ઓછો વરસાદ હોવાથી તેને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા જોઇએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.