સહાય:માવઠાંથી થયેલા પાક નુકસાનના વળતર માટે એકાદ દિવસમાં નિર્ણય

ગાંધીનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરવે કર્યા વગર વરસાદના આંકડાને આધારે હેક્ટર દીઠ સહાય ચૂકવવા અંગેની વિચારણા

રાજ્યમાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદને કારણે અનેક સ્થળોએ પાકને નુકસાન થયું છે ત્યારે ખેડૂતોને સહાય માટે સરકારે વિચારણા હાથ ધરી છે. મંત્રીકક્ષાએ બેઠકોનો દોર ચાલ્યા બાદ હવે એકાદ દિવસમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક કર્યા બાદ આખરી નિર્ણય લેવાશે.

રાજ્યમાં કમોસમી વરસાદથી મગફળી, જીરૂ, સોયાબિન, કઠોળ સહિતના પાકમાં વ્યાપક નુકસાન થયું હતું. માવઠાથી નુકસાન માટે કૃષિ વિભાગ દ્વારા સરવે કર્યા વગર મહેસૂલ વિભાગના ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના અધિકૃત વરસાદના આંકડાનો અભ્યાસ કરીને જે વિસ્તારમાં સહાયના નિયમ પ્રમાણે વરસાદ નોંધાયો હોય તે તાલુકામાં હેક્ટરદિઠ સહાય આપવાની વિચારણા હાથ ધરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...