અકસ્માત:સરગાસણ પાસે ડિવાઇડર સાથે બાઇક ટકરાતા વેપારીનું મોત

ગાંધીનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરગાસણ નેનો સીટી પાસે આવેલા ઘરે જતા હતા
  • ગાંધીનગર સિવિલમાં સારવાર દરમિયાન મોત સેક્ટર 7 પોલીસ મથકમા ગુનો દાખલ કરાયો

એસજી હાઇવે પર ગ 0 પાસે નવા બનાવેલા ઓવરબ્રિજના ડીવાઇડર સાથે બાઇક ટકરાતા ભંગારના વેપારીનુ મોત થયુ હતુ. ગત રાત્રિના સમયે બાઇક લઇને યુવક નેનો સીટી પાસે આવેલા ઘરે જઇ રહ્યો હતો. તે દરમિયાન બનાવ સામે આવ્યો હતો. જેને લઇને તાત્કાલિક ગાંધીનગર સિવિલ લઇ જવાયો હતો. જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. આ બનાવને લઇને સેક્ટર 7 પોલીસ મથકમા ગુનો નોંધાતા કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ લાદુલાલ ધન્નાલાલ ગુર્જર (રહે, સરગાસણ નેનો સીટી પાસેના છાપરામા. મૂળ, અર્જુનગઢ, રાજસમંદ) ભંગાર લે વેચનો વેપાર કરે છે. તેની સાથે તેના બે ભાઇઓ પણ ભંગારનો વેપાર કરે છે. ત્યારે તેનો 32 વર્ષિય નાનો ભાઇ પ્રકાશચંન્દ્ર ગત રોજ રાત્રિના સમયે તેનુ બાઇક નંબર જીજે 18 ડીએલ 8058 લઇને ગ 0 બ્રિજ ચડતો હતો. તે સમયે બાઇક ઉપરથી કાબુ ગુમાવતા ડીવાઇડર સાથે ટકરાયો હતો. જેમા માથાના અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા રાહદારીઓએ 108 એમ્બ્યુલન્સ બોલાવી તાત્કાલિક સારવાર અર્થે ગાંધીનગર સિવિલમાં ખસેડ્યો હતો. જ્યાં તાત્કાલિક સારવારના તબીબો દ્વારા યુવકને મૃત જાહેર કરાયો હતો. જેને લઇને બેદરકારી ભર્યુ વાહન ચલાવવા બદલ સેક્ટર 7 પોલીસ મથકમા ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...