તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મ્યુકોર માઇકોસિસ:13 દિવસની સારવાર બાદ મ્યુકોરના 2 દર્દીના મોત

ગાંધીનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બ્લેક ફંગસથી મૃત્યુની ગાંધીનગરમાં પ્રથમ ઘટના : મગજ સુધી ફૂગ પ્રસરી જતાં બંને દર્દીના મોત થયાનું પ્રાથમિક તારણ
  • સિવિલમાં 55 વર્ષીય દર્દીના નાકની સર્જરી પણ કરાઈ હતી

સિવિલ હોસ્પિટલમાં મ્યુકોર માઇકોસિસની સારવાર દરમિયાન બે દર્દીઓનું મોત નિપજ્યું છે. જિલ્લામાં રહેતા 55 વર્ષીય અને 67 વર્ષીય દર્દીઓને મ્યુકરમાઇકોસિસના વોર્ડમાં દાખલ કર્યા હતા. બ્લેક ફંગસ મગજ સુધી પ્રસરી જતા દર્દીનું મોત નિપજ્યું હોવાનું સિવિલ હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું છે. કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓમાં ડાયાબિટીસ, કિડની સહિતની બિમારીવાળાને થતાં મ્યુકરમાઇકોસિસની બિમારી હાલમાં જોવા મળી રહી છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ઉભા કરાયેલા મ્યુકરમાઇકોસિસના વોર્ડમાં હાલમાં 30 જેટલા દર્દીઓને દાખલ કરીને સારવાર આપવામાં આવી છે.

તેમાંથી નાકમાં જ બ્લેક ફંગસ જોવા મળતી હોય તેવા 15 દર્દીઓના ઓપરેશન ઇએનટી વિભાગના તબિબો દ્વારા કરવામાં આવ્યા છે. ત્યારે ગત તારીખ 22મી, મે-2021ના રોજ જિલ્લામાં રહેતા 55 વર્ષીય આધેડના નાકની આસપાસના ભાગમાં દુખાવો થતો હોવાથી ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા. ઓપીડીમાં ચેક કર્યા બાદ લેબોરેટરી પરીક્ષણ કરવામાં આવતા મ્યુકરમાઇકોસિસની બિમારી હોવાનુ્ં માલુમ પડતા વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ દર્દીની નાકની આસપાસ નાની સર્જરી કરી હોવાનું સિવિલ હોસ્પિટલના માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે.

સર્જરી કર્યા બાદ જરૂરી ઇન્જેક્શન સહિતની સારવાર માટે વોર્ડમાં રાખવામાં આવ્યા હતા. દર્દીને સતત 13 સુધી સારવાર આપ્યા બાદ તેનું મોત નિપજ્યું છે. જોકે દર્દીના મોત અંગે સિવિલ હોસ્પિટલના તબિબોને પુછતા નામ નહી લખવાની શરતે જણાવ્યું છે કે સર્જરી કરવા છતાં જો બ્લેક ફુગનો સહેજ પણ ભાગ રહી જાય અને તે મગજમાં જતા રહેતા મોત થવાની શક્યતા રહેલી હોય છે. જ્યારે અન્ય એક દર્દીનું મોતમાં ખાનગી હોસ્પિટલમાંથી ક્રિટીકલ સ્થિતિમાં આવ્યું હતું. જેને વોર્ડમાં દાખલ કર્યા બાદ માત્ર એક જ દિવસમાં મોત નિપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...