તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબુ:જિલ્લામાં કોરોનાથી 6 સહિત વધુ 12 દર્દીનાં મોત : કુલ મૃતાંક 496

ગાંધીનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
કોરોનાના વધતા કેસથી શહેરી, ગ્રામ્ય વિસ્તારોમાં ટેસ્ટીંગ કેમ્પ વધારવામાં આવ્યા છે. - Divya Bhaskar
કોરોનાના વધતા કેસથી શહેરી, ગ્રામ્ય વિસ્તારોમાં ટેસ્ટીંગ કેમ્પ વધારવામાં આવ્યા છે.
 • હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વધુ 63 દર્દી સાજા થતાં જિલ્લામાં આજ સુધીમાં કુલ 5373 વ્યક્તિએ કોરોનાને હરાવ્યો
 • કોરોના સંક્રમિતમાં યુવા વયના 33 તેમજ 18 વડિલો જ્યારે 4 આધેડ વયના સામેલ

જિલ્લાની વધુ 56 વ્યક્તિ કોરોનામાં સપડાતા કુલ આંકડો 6460એ પહોંચ્યો છે. કોરોનાથી સંક્રમિત વ્યક્તિમાં યુવાવયના 33 અને 18 વડિલો જ્યારે 4 આધેડ વયની અને એક સગીરાનો સમાવેશ થાય છે. જ્યારે ગાંધીનગર સિવિલમા વધુ 12 દર્દીના મોત નિપજ્યા છે. જેમાં જિલ્લાના 61 વર્ષથી 99 વર્ષના છ દર્દીના મોત થયા છે. તેમાં મનપા વિસ્તારના સેક્ટર-8, સેક્ટર-2 જ્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી બદપુરા, ઇટાદરા, લોદરા, વાવોલના દર્દીઓના સારવાર દરમિયાન મોતથી કુલ આંકડો 496એ પહોંચ્યો છે.

જ્યારે અન્ય જિલ્લાના અમદાવાદના 55 વર્ષીય આધેડ, 62 વર્ષીય વૃદ્ધ, 67 વર્ષીય મહિલા, 95 વર્ષીય વૃદ્ધ તથા મહેસાણાના 63 વર્ષીય અને 65 વર્ષીય વૃદ્ધોના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. જ્યારે સઘન સારવારને અંતે વધુ 63 દર્દીઓ સાજા થતાં કોરોનાને હરાવનાર જિલ્લાની 5373 વ્યક્તિઓ થઇ છે. કોરોનાથી સંક્રમિત થનાર વ્યક્તિઓમાંથી વિદ્યાર્થી, પોલીસ જવાન, લેબર, બેન્ક કર્મચારી, વેપારી, સ્ટાફ નર્સ, સ્વિપર, ગૃહિણી, ખેડુત, બિઝનેસમેન, ખેડુત સહિતનો સમાવેશ થાય છે. જિલ્લાના મનપા વિસ્તારમાંથી 26, ગાંધીનગર તાલુકામાંથી 13, કલોલમાંથી 7, દહેગામમાંથી 8 અને માણસા તાલુકામાંથી 2 કેસ નોંધાયા છે.

જિલ્લાની વધુ 56 વ્યક્તિ કોરોનામાં સપડાતા કુલ દર્દીઓનો આંકડો 6460: વધતા જતા કેસોથી લોકોમાં ભારે ચિંતા
મનપા વિસ્તારમાંથી 13 યુવાનો, 11 વૃદ્ધો, 2 આધેડ વ્યક્તિ સંક્રમિત
મનપા વિસ્તારમાંથી વધુ 26 કેસ નોંધાયા છે. તેમાં સેક્ટર-8માંથી 74 વર્ષીય વૃદ્ધ, 75 વર્ષીય વૃદ્ધ, 70 વર્ષીય મહિલા, સેક્ટર-6માંથી 66 વર્ષીય ગૃહિણી, 40 વર્ષીય યુવાન, સેક્ટર-2માંથી 72 વર્ષીય મહિલા અને 67 વર્ષીય વૃદ્ધ, જીઇબીમાંથી 42 વર્ષીય ગૃહિણી અને 47 વર્ષીય યુવાન, સેક્ટર-5માંથી 72 વર્ષીય વૃદ્ધ, 41 વર્ષીય લેબર, સેક્ટર-26માંથી 30 વર્ષીય ગૃહિણી, 32 વર્ષીય સ્ટાફ નર્સ, સેક્ટર-13માંથી 78 વર્ષીય વૃદ્ધ, 21 વર્ષીય સ્વીપર, સેક્ટર-4માંથી 63 વર્ષીય ગૃહિણી, 64 વર્ષીય ગૃહિણી, સેક્ટર-24માંથી 50 વર્ષીય આધેડ, 41 વર્ષીય ગૃહિણી સંક્રમિત થઇ છે.

10 યુવાન સહિત કુલ 13 વ્યક્તિ અને માણસાના બે લોકો સંક્રમિત
ગાંધીનગર તાલુકામાંથી વધુ 13 કેસ નોંધાયા છે. તેમાં અડાલજમાંથી 42 વર્ષીય યુવાન, 46 વર્ષીય ગૃહિણી, પેથાપુરમાંથી 48 વર્ષીય ગૃહિણી, 40 વર્ષીય ખેડુત, ઉવારસદમાંથી 32 વર્ષીય યુવાન, 48 વર્ષીય યુવાન, 17 વર્ષીય વિદ્યાર્થીની, ઝુંડાલનો 27 વર્ષીય યુવાન, રાંદેસણના 35 વર્ષીય વેપારી, ભાટનો 42 વર્ષીય યુવાન, સાદરાનો 29 વર્ષીય યુવાન, દોલારાણા વાસણાની 80 વર્ષીય મહિલા અને જામનગરપુરાની 70 વર્ષીય મહિલા સંક્રમિત થઇ છે. માણસા તાલુકાના બે કેસમાં લોદરાના 33 વર્ષીય ખેડુત, પ્રતાપનગરના 72 વર્ષીય વૃદ્ધ કોરોનામાં સપડાયા છે.

દહેગામ -8 અને કલોલ-7 નવા કેસ
દહેગામ પાલિકામાંથી 46 વર્ષીય યુવાન, 55 વર્ષીય ગૃહિણી, સાણોદાના 45 વર્ષીય વેપારી, પાલુન્દ્રાના 62 વર્ષીય ખેડુત, હરખજીના મુવાડાની 62 વર્ષીય ગૃહિણી, અમરાજીના મુવાડાની ગૃહિણી, કડાદરાના 30 વર્ષીય ખેડુત, વાસણા સોગઠીની 40 વર્ષીય ગૃહિણી સંક્રમિત થઇ છે. જ્યારે કલોલ તાલુકામાંથી 7 કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો