અકસ્માત:ભાટ નદીમાં સૂતેલા ક્લીનર ઉપર ડમ્પર ચડાવી દેતાં મોત

ગાંધીનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • એરપોર્ટથી ભરી લાવેલી માટી ઠલવવા ડમ્પર ચાલકે રીવર્સમાં ટ્રક ચલાવી અકસ્માત કર્યો હતો

ભાટ સાબરમતિ નદીમા અમદાવાદ એરપોર્ટ ખાતેથી માટી ડમ્પરમા ભરી લાવી ઠાલવવામા આવતી હતી. જેથી એક ડમ્પર માટી ભરી લાવી ઠાલવવામા આવ્યુ હતુ. પરંતુ હાઇડોલીકમા સમસ્યા થતા ચાલક અને ક્લીનર સાઇડમા સુઇ ગયા હતા. તે દરમિયાન અન્ય એક ડમ્પર ચાલક માટસ ઠલવવા આવ્યા બાદ રીવર્સમાં ડમ્પરને લેતા સુઇ રહેલા અન્ય ડમ્પરના ચાલકે ક્લીનર ઉપર ડમ્પર ચડાવી દીધુ હતુ. જેમા તેનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ. આ બનાવની ફરિયાદ અડાલજ પોલીસ મથકમા કરવામા આવતા કાર્યવાહી હાથ ધરી હતી.

ધર્મેશ અંદરસિંહ ઝાલા (ધોળાકુવા કોસમ, કપડવંજ)એ ફરિયાદ નોંધાવી હતી કે, ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. જ્યારે તેની સાથે ક્લીનર તરીકે જાલમસિંહ વિરમજી મકવાણા (ભાકડીયા, મહેસાણા) નોકરી કરે છે. ગત 31 ઓગસ્ટના રોજ એરપોર્ટ પાસેથી ટ્રકમા માટી ભરી લાવી ભાટ નદીની કોતરોમા ઠલવવા માટે આવ્યા હતા. તે સમયે હાઇડોલીક જેક ઉંચો કરવા જતા સમસ્યા સર્જાઇ હતી. જેથી મોડી રાત થઇ જતા ચાલક અને ક્લીનર નદીમા જ ટ્રક પાસે સુઇ ગયા હતા. બીજા દિવસે સુતા હતા, તે સમયે એક આઇવા ટ્રક નંબર જીજે 5 બીવી 2443 ચાલક માટી ભરીને ઠાલવવા માટે આવ્યો હતો.

તે સમયે ટ્રક રીવર્સમાં લેતા આરામ કરતા જાલમસિંહના પગ ઉપર ચડાવી દીધી હતી. નદીમા અકસ્માત કરતા આરામ કરી રહેલા ચાલકે બુમરાણ મચાવી હતી. જેથી અકસ્માત સર્જનાર આઇવા ચાલક રણજિત આત્મારામ ઓડે (મેઘાણીનગર, અમદાવાદ) તેનુ વાહન રોક્યુ હતુ અને નીચે ઉતરી જોતા તુરંત રીક્ષા બોલાવી તેને સારવાર અર્થે અમદાવાદ ખાતે લઇ જવાયો હતો. જ્યાં સારવારમાં મોત થયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...