તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભૃણ હત્યા:અડાલજ પાસેના પેટ્રોલ પંપનાં ટોયલેટની ડોલમાંથી મૃત ભૃણ મળી આવ્યું, પોલીસે ગણતરીના કલાકોમાં મહેસાણાની મહિલાને ઝડપી

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટોયલેટમાં ગર્ભપાત થઈ જતાં ભૃણ ફેંકીને મહિલા મહેસાણા પહોંચી ગઇ

ગાંધીનગરનાં અડાલજ હાઇવે રોડ પર આવેલા બગ્ગા પેટ્રોલ પંપના ટોયલેટની પ્લાસ્ટિકની ડોલમાંથી આશરે છ માસનું મૃત ભૃણ મળી આવ્યું હતું. જેનાં પગલે અડાલજ પોલીસે ઝીણવટ પૂર્વક તપાસ હાથ ધરીને ટોયલેટમાં ગર્ભપાત થઈ જવાથી ભૃણ ફેંકીને જતી રહેલી મહેસાણાની મહિલાને ઝડપી લઈ ગણતરીના કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.

અડાલજ હાઈવે રોડ પર આવેલા બગ્ગા પેટ્રોલ પંપનાં લેડીઝ ટોયલેટની સફાઈ કરવા માટે સોનલબેન ગઈકાલે સવારના સમયે ગયા હતા. તે વખતે ટોયલેટની પ્લાસ્ટિકની ડોલમાં માનવ ભૃણ પડેલું જોઈને તેઓ ગભરાઈ ગયા હતા. જેનાં પગલે પેટ્રોલ પંપનાં કર્મચારીઓ દોડી આવ્યા હતા.

આ અંગે પેટ્રોલ પંપનાં માલિકે અડાલજ પોલીસમાં જાણ કરતા પોલીસ ઈન્સ્પેક્ટર જે. એચ સિંધવ સ્ટાફના માણસો સાથે ઘટના સ્થળે દોડી ગયાં હતાં અને આસપાસના વિસ્તારો તેમજ પેટ્રોલપંપનાં સીસીટીવી ફુટેજની ચકાસણી કરી અલગ અલગ ટીમોને કામે લગાડી દીધી હતી. જેનાં પગલે મહેસાણાની મહિલાની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી લઈ લેવામાં આવી હતી.

આ અંગે ઈન્સ્પેક્ટર સિંધવે જણાવ્યું હતું, મહેસાણાના બામોસણા ગામમાં આવેલા રબારી વાસમાં રહેતા ભાવનાબેન ભરતભાઈ દેસાઈ અમદાવાદ પોતાના પિયર વાસ્તુના પ્રસંગે હાજરી આપવા માટે ઈકો ગાડીમાં બેસીને જઈ રહ્યા હતા. ત્યારે ઈકો ગાડીમાં ગેસ પુરાવા માટે ઉક્ત પેટ્રોલ પંપ પર ડ્રાઇવરે ગાડી ઉભી રાખી હતી. ત્યારે ભાવનાબેન પેટ્રોલ પંપનાં લેડીઝ ટોયલેટ માં ગયા હતા. જ્યાં તેમને કુદરતી રીતે ગર્ભપાત થઈ ગયો હતો. જેથી મૃત ભૃણ ટોયલેટની પ્લાસ્ટિકની ડોલમાં ત્યજી દઈ ઈકો ગાડીમાં બેસીને રવાના થઈ ગયાં હતાં. પેટ્રોલ પંપ સહિતના સીસીટીવી ફૂટેજ ચકાસી ટેકનિકલ સર્વેલન્સ મારફતે ભાવનાબેન દેસાઈને ઝડપી લેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...