તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Wife And Daughter Forced To Drink Beer In Dubai, Daughter Allowed To Play With Empty Beer Tin Instead Of Toys, Wife Fed Up With Husband's Harassment Complains

વિકૃત પતિ:ગાંધીનગરનો યુવક પત્ની અને પુત્રીને બિયર પીવા-નોનવેજ ખાવા મજબૂર કરતો, પુત્રીને રમકડાંની જગ્યાએ ખાલી બિયરના ટીન રમવા આપતો

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દહેજની માગણી કરનારા પતિ, સાસુ અને સસરા સામે પોલીસ ફરિયાદ

ગાંધીનગરના ઝૂંડાંલમા રહેતી પરિણીતાને લગ્ન બાદ દુબઈ લઈ જઈને પાશ્ચાત્ય સંસ્કૃતિમાં રંગાઈ ગયેલાં પતિએ તેણીને તેમજ તેની બે વર્ષની પુત્રીને પણ બિયર તેમજ નોનવેજ ખાવાની ફરજ પાડી શારીરિક માનસિક ત્રાસ આપી ભારતમાં પરત મૂકીને દુબઈ જતો રહેતાં પરિણીતાએ તેના પતિ તેમજ સાસુ સસરા વિરુદ્ધ દહેજ પ્રતિબંધિત ધારા હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો.

ગાંધીનગરના ઝુંડાલ મૈત્રી લેકવ્યૂ ખાતે રહેતી પરિણીતાએઅડાલજ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેનાં લગ્ન મૂળ સાણંદના યુવક સાથે વર્ષ 2016માં થયા હતા આ લગ્નજીવન પરિણીતાએ દીકરીને જન્મ આપ્યો હતો. બાદમાં વર્ષ 2017 તેના પતિ સાથે દુબઈ રહેવા ગઈ હતી. જ્યાં તેનો પતિ VFS ગ્લોબલ પ્રા. લિ. કંપનીમાં ફાયનાન્સ મેનેજર તરીકે ફરજ બજાવે છે. લગ્નના થોડાં સમય સુધી પરિણીતાને તેનો પતિ સારી રીતે રાખતો હતો પરંતુ તેના સાસુ તેમજ યુવકનેફોન કરીને દહેજ બાબતે ચઢવણી કરતાં હતા. અને દંપત્તી વચ્ચે નાના મોટાં ઝગડા શરૂ થવા લાગ્યા હતાં.

બાળકીને રમકડાંની જગ્યાએ બિયરના ટીમ રમવા માટે આપતો
પરિણીતાએ જ્યારથી દીકરી જન્મી ત્યારથી તેના પતિ ઘરે આવીને ધમાલ કરતો હતો તેમજ તેની નાની દીકરીને પણ બિયર પીવડાવવા નો પ્રયત્ન કરતો હતો તેમજ ખુદ પરિણીતાને્પણ બીયર બળજબરીથી પીવડાવતો હતો. દુબઈમાં નાની દીકરીને રમકડાની જગ્યાએ બીયરના ટીન રમવા માટે આપીને નોનવેજ ખવડાવવાનો પણ આગ્રહ કરવા લાગ્યો હતો. ફરિયાદીને મેણા ટોણા મારીને કહેતો હતો કે તું સાવ દેશી છે.બાદમાં ત્રણેક મહિના અગાઉ ફરિયાદી મહિલાના સાસુ તેમજ સસરા પણ દુબઇ ગયા હતા અને મા બાપના ઘરેથી કેમ દહેજ લાવી નથી તેમ કોઈ માનસિક ત્રાસ આપી પુત્ર મારફતે મારઝૂડ કરાવતાં હતા. 10મી ફેબ્રુઆરી 2021 ના રોજ પરીણિતાનાભાઈ તેમજ તેના માતા-પિતાએ મોબાઈલ ફોન ઉપર વિડીયો કોલ કરતા ઉપરોક્ત ત્રણેય જણાએ મારઝૂડ કરી પિયરમાં વાત નહીં કરવાનું કઈ બીજા માળેથી ફેંકી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

પત્નીને ભારત પરત મુકી પતિ દુબઈ ચાલ્યો ગયો
તે પછી ફરિયાદીને 12મી માર્ચના રોજ જૂઠું બોલીને બધા દુબઈથી ભારત લઈ આવ્યા હતા અને 25 માર્ચ ની સાંજે તેનો પતિ ઘરેથી બહાર જવાનું નીકળી ગયો હતો અને ફરિયાદીનો મોબાઇલ નંબર પણ બ્લેક લિસ્ટ માં મૂકી દીધો હતો. જેથી ફરિયાદીએતપાસ કરતા તેનો પતિ દુબઈ જતો રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે તેના સાસુ-સસરા પણ દુબઈ અથવા યુ કે જતા રહ્યા હોવાં ની સંભાવનાઓ ફરિયાદી મહિલાએપોલીસ સમક્ષ વ્યક્ત કરી હતી. આ અંગે અડાલજ પોલીસ મથકના એ.એસ.આઇ નિલેશ પ્રજાપતિ એ પરિણીતાનીફરિયાદના આધારે પતિ, સસરા તેમજ સાસુ વિરુદ્ધ દહેજ પ્રતિબંધિત ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.