બદલી માટે અરજી:ઓનલાઇન આંતરિક બદલી કેમ્પની તારીખમાં ફેરફાર કરાયો

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સર્વર ધીમું ચાલતું હોવાથી તારીખ 1 દિવસ લંબાવાઇ

સર્વર ધીમું ચાલતું હોવાથી ઓનલાઇન જિલ્લા આંતરિક બદલી માટે અરજી કરવામાં શિક્ષકોને બદલી મુશ્કેલીને પગલે એક દિવસ લંબાવવામાં આવ્યો હતો. જેને પરિણામે ઓનલાઇન જિલ્લા આંતરિક બદલી કેમ્પની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ પ્રથમ રાઉન્ડમાં તારીખ 19મી અને તારીખ 20મી, નવેમ્બર નક્કી કરી હતી. જેમાં ફેરફાર કરીને તારીખ 25મી અને તારીખ 26મી નવેમ્બર નક્કી કરી છે.

હાલમાં ઓનલાઇન જિલ્લા આંતરિક બદલી કેમ્પનું આયોજન કરાયું છે. શિક્ષણ વિભાગના બદલીઓના અગાઉથી નક્કી થયેલા કાર્યક્રમ મુજબ ગત તારીખ 9મી, નવેમ્બર સુધી ઓનલાઇન અરજીઓ કરવાનો સમય આપ્યો હતો. જોકે સમગ્ર રાજ્યભરમાંથી શિક્ષકો બદલી માટે ઓનલાઇન અરજીઓ કરતા હોવાથી અપડેટની કામગીરી ધીમી પડી ગઇ હતી. જોકે શિક્ષણ વિભાગે અગાઉથી કાર્યક્રમ નક્કી કર્યો હોવા છતાં સર્વરને અપડેટ કરવામાં આવ્યો નહી હોવાથી સર્વર હેન્ગ થઇ જતું હતું. જેને પરિણામે રાજ્યભરના અનેક શિક્ષકોની ઓનલાઇન અરજી થઇ શકી નહી હોવાથી સમયમર્યાદા વધારવાની માંગણી શિક્ષકોમાં ઉઠવા પામી હતી.

જેને પરિણામે રાજ્યના શિક્ષણ વિભાગે બદલી માટે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ 11મી, નવેમ્બર નક્કી કરી હતી. જેને પરિણામે અગાઉ નક્કી કરેલા સમયપત્રકમાં ફેરફાર થતાં ઓનલાઇન જિલ્લા આંતરિક બદલી કેમ્પની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જોકે હાલમાં પ્રથમ તબક્કાની કામગીરી ચાલી રહી છે. જ્યારે આગામી તારીખ 28મી, નવેમ્બરથી બીજા તબક્કાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જોકે પ્રથમ તબક્કાના કાર્યક્રમમાં ફેરફાર થતાં બીજા તબક્કાના કેમ્પની તારીખોમાં ફેરફાર કરાયો છે. જેમાં અગાઉ પ્રથમ તબક્કો ગત તારીખ 2થી તારીખ 20મી સુધી જ યોજવાનો હતો.

અન્ય સમાચારો પણ છે...