હુમલો:રાંધેજામાં અદાવતમા દંપતી ઉપર દંતાણીથી હુમલો

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર શહેરમા રહેતા અને રાંધેજામા પોતાનુ ઘર ધરાવતા યુવક તેમના ઘરે ગયા હતા. તે સમયે ઘર પાસે રહેલા વાડામા સફાઇ કરતા હતા. ત્યારે પાડોશમા રહેતા શખ્સોએ જમીન બાબતની કોર્ટ મેટર ચાલતી હોવાની વાતે લઇને ગાળો બોલી હતી. જેને લઇને ગાળો બોલવાની ના પાડતા ખેતરમા વપરાતા ઓઝાર દંતાડી વડે માથામા હુમલો કરી દંપતિને મારામાર્યો હતો.

જેને લઇને ચાર લોકો સામે પેથાપુર પોલીસ મથકમા ફરિયાદ નોંધાવવામા આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જ્યોત્સનાબેન કમલેશભાઇ સોલંકી (રહે, સેક્ટર 23 સરકારી મકાન, મૂળ રહે, રાંધેજા પ્રાથમિક શાળાની પાછળ)એ ફરિયાદ નોંધાવી હતી કે, મારા પતિ કમલેશને રવિવારની રજા હોવાથી રાંધેજામા આવેલા મકાનમા સાફ સફાઇ કરવા ગયા હતા. ત્યારે બપોરના એક વાગ્યાના અરસામા હુ તેમના માટે ટીફીન લઇને ગઇ હતી. ત્યારે અમારી પાડોશમા રહેતા અજીત દંતાણી આવ્યા હતા. અમારે તેમની સાથે જમીન બાબતનો કોર્ટ કેસ ચાલી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...