તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સલાહ:કોરોના બાદ ફેફસાંનું ડેમેજ લાંબો સમય રહેતું નથી, પણ ફેફસાં મજબૂત કરવા યોગ - પ્રાણાયામ જરૂરી

ગાંધીનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • કોવિડ ટાસ્કફોર્સે મ્યુકર માઇકોસિસ, ફાઈબ્રોસિસ અંગે માર્ગદર્શન આપ્યું

કોરોનાની વર્તમાન લહેર દરમિયાન ઘણાં દર્દીઓને સાજાં થયાં બાદ અલગ-અલગ મુશ્કેલીઓ સર્જાય છે. મ્યુકર માઇકોસિસથી માંડીને ફેફસા કડક થઇ જવા અને હ્રદયસંબંધિત બિમારીઓ પણ આવી શકે છે. ગુજરાત સરકારે કોરોના સંક્રમણમાં માર્ગદર્શન માટે રચેલી કૉવિડ ટાસ્ક ફોર્સના નિષ્ણાત તબીબોએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત કોર કમિટીને આ રોગોની સારવાર અંગે માર્ગદર્શન આપ્યું હતું. સાજાં થયાં પછી આવતી આ બિમારી અંગે યોગ્ય સમયે નિદાન કરવાથી મોટી મુશ્કેલી ટળી શકે છે.

સાજા થયેલા દર્દીઓમાં પણ ક્લોટિંગ થઈ શકે
આ ટાસ્ક ફોર્સના સભ્ય અને કાર્ડિયોલોજીસ્ટ ડો. તેજસ પટેલે કહ્યું કે દર્દીઓમાં કાર્ડિયોલોજીકલ ક્રાઈસિસ જોવા મળી છે. સાજાં થઇ આરામ કરતા કેટલાક દર્દીઓમાં 15થી 25 દિવસ પછી હૃદયની નળીઓમાં બ્લડ ક્લૉટીંગ થાય છે. છાતીમાં દુખાવો થાય કે બીજી કોઈ તકલીફ કે લક્ષણો દેખાય તો તરત જ હૃદયનું નિદાન કરાવી લેવું.

સ્ટીરોઇડના કારણે સુગર લેવલ વધે છે
સ્ટર્લિંગ હોસ્પિટલ અમદાવાદના ઇન્ફેકશન ડિવિઝનના ડિરેક્ટર ડૉ. અતુલ પટેલે જણાવ્યું કે, સ્ટીરોઈડ કોરોનાના દર્દીની રોગપ્રતિકારક શક્તિને ઓછી કરે છે, જેથી મ્યુકરમાઇકોસિસ થવાની સંભાવના વધી જાય છે. કોરોના પહેલાં પણ મ્યુકરમાઇકોસિસ થવાનું મોટું કારણ ડાયાબિટીસ હતું.

ફેફસાં ડેમેજ હોય તો યોગ-પ્રાણાયામ કરવા
સ્ટર્લિંગ હોસ્પિટલના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડૉ. તુષાર પટેલે કહ્યું કે કોરોના બાદ દર્દીને ફેફસાંની તકલીફ થાય છે, પણ ફેફસાનું ડેમેજ લાંબો સમય રહેતું પણ નથી. ફેફસાં મજબૂત કરવા યોગ, પ્રાણાયામ જેવી કસરતો કરવી જ જોઈએ. પોસ્ટ કૉવિડ લંગ્સ ફાઈબ્રોસિસ એટલે કે ફેફસાં કડક થઇ જવાની બિમારીથી ડરવાની જરૂર નથી.

કોરોનાના પહેલાં સાત દિવસ સ્ટિરોઇડ ટાળો
ડૉ. તુષાર પટેલે કહ્યું કે કોરોના પોઝિટિવ દર્દીઓએ શરૂઆતના સાતેક દિવસ સુધી સ્ટિરોઇડનો ઉપયોગ ટાળવો જોઈએ. તે પછી ડોક્ટરની સલાહ મુજબ જ સ્ટિરોઇડ લેવાં જોઈએ. શરૂઆતના સમયગાળામાં સ્ટિરોઇડનો ઉપયોગ કરવાથી તે આપણી ઇમ્યુનિટી સિસ્ટમ નબળી કરી વાયરસનું ઇન્ફેક્શન વધારે છે.

અન્ય સમાચારો પણ છે...