કોંગ્રેસે ચિમકી ઉચ્ચારી:પાટનગરમાં રોજીંદા ઉપયોગના પાણીની સમસ્યા, જૂના સેક્ટરમાં સમસ્યા હલ નહીં થાય તો જળ સત્યાગ્રહ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં છેલ્લા એક સપ્તાહથી રોજિંદા ઉપયોગના પાણીની સમસ્યાનો સામનો કરતા નગરજનો : કોંગ્રેસ

પાટનગરમાં રોજીંદા ઉપયોગના પાણીની સમસ્યા જોવા મળી રહી છે. તે ઉપરાંત પીવાનુ શુદ્ધ પાણી મળતુ નથી. મોંઘવારીના સમયમા નગરજનોને શુદ્ધ પાણીની બોટલ મંગાવવાની નોબત ઉભી થઇ છે. તેવા સમયે જૂના સેક્ટરમા પાણીની સમસ્યાઓ માથું ઉચક્યુ છે. જેને લઇને ગાંધીનગર મહાપાલિકાના કોંગ્રેસ નેતા અંકિત બારોટે મેયરને પાણીની સમસ્યાનુ નિરાકરણ લાવવા આવેદન આપ્યુ હતુ.

પાટનગરની જનતા છેલ્લા એક મહિનાથી ડહોળા પાણીની સમસ્યાનો સામનો કરી રહી છે. તે ઉપરાંત જરૂરિયાત પુરતુ પાણી પણ આપવામા આવતુ નથી. જેને લઇને આજે સોમવારે ગાંધીનગર મહાપાલિકાના કોંગ્રેસના નેતા અંકિત બારોટ અને કોર્પોરેટર ગજેન્દ્રસિંહ વાઘેલા દ્વારા મેયરને આવેદન આપવામા આવ્યુ હતુ. તેમણે જણાવ્યુ હતુ કે, શહેરમા 16થી 30 સેક્ટરમા પાણીની સમસ્યા ગંભીર બની રહી છે.

રહીશોને સમયસર વેરો ભરવા છતા સુવિધાઓ મળતી નથી. જ્યારથી ભાજપ સત્તામા આવી છે, ત્યારથી પાણી અને ગટરની સમસ્યા માટે સરકારમા સંઘર્ષ કરી રહી છે. ગાંધીનગરની જનતાને જરૂરિયાત મુજબનો પાણી પુરવઠો ક્યારે પુરોપાડવામા આવશે ? તમારી પાસેથી જનતા જાણવા માગે છે. મહાપાલિકાનુ તંત્ર પુરતા પ્રેશરથી અને શુદ્ધ પાણી પહોંચાડી શકતુ નથી.

જો તમે ઘરે ઘરે તિરંગા પહોંચાડી શકતા હોય તો પાણી તો લોકોની મૂળભૂત જરુરિયાત છે. જો તમે સમયસર પાણીની સમસ્યાનો ઉકેલ નહીં લાવો તો જનતા જળ આંદોલન કરશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...