તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનું સંક્રમણ વધ્યું:રાજ્યમાં 5 દિવસમાં ઓક્સિજનનો દૈનિક વપરાશ 30 મેટ્રિક ટન વધ્યો, 1 લાખથી વધુ દર્દીઓને રેમડેસીવીર ઇન્જેક્શન આપ્યાં

ગાંધીનગર6 દિવસ પહેલાલેખક: મૌલિક મહેતા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર
  • કોરોના સંક્રમણ વધતાં ઓક્સિજન અને દવાઓની માંગ વધી

રાજ્યમાં દિવાળી બાદ કોરોનાનો વિસ્ફોટ થયો હોય તે રીતે કેસો વધી રહ્યા છે ત્યારે એક્ટીવ અને નવા દર્દીઓની સંખ્યામાં વ્યાપક વધારો થતાં દર્દીઓ માટેના મેડિકલ ઓક્સિજન અને કોરોનાની સારવારમાં વપરાતી દવાઓનો ઉપયોગ પણ નોંધપાત્ર વધી રહ્યો છે. દિવાળીના તહેવારો પછીના પાંચ જ દિવસમાં ઓક્સિજનનો વપરાશ દૈનિક 30 મેટ્રીક ટન જેટલો વધી ગયો છે. જો આ રીતે કેસો વધતા રહેશે તો અઠવાડિયામાં જ સપ્ટેમ્બર મહિનામાં કેસો પિક ઉપર હતા તે વખતના મહત્તમ વપરાશનો આંક પણ વટાવી જાય તેવી શક્યતા છે.

છેલ્લા 5 દિવસથી વપરાશ વધ્યો
સપ્ટેમ્બર મહિનામાં ઓક્સિજનનો સૌથી વધુ વપરાશ પ્રતિ દિવસ 240 મેટ્રીક ટન હતો. પરંતુ ઓક્ટોબર મહિનામાં નવા અને એક્ટીવ કેસોની સંખ્યા ઘટતાં આ વપરાશ ઘટીને 129 મેટ્રીક ટન જેટલો થઇ ગયો હતો. તે પછી દિવાળી આસપાસ વપરાશ વધીને 130થી 135 જેટલો રહ્યો હતો પરંતુ દિવાળીના તહેવારો બાદ છેલ્લા 5 દિવસમાં જ આ વપરાશ વધી ગયો છે. ફૂડ એન્ડ ડ્રગ કમિશનર ડો. એચ.જી.કોશિયાના જણાવ્યા પ્રમાણે હાલમાં ઓક્સિજનનો વપરાશ 166 મેટ્રીક ટન પર ડે જેટલો થયો છે. જોકે, સપ્ટેમ્બરની સરખામણીએ હજુ આ વપરાશ ઓછો છે.

રેમડેસીવીરના 6.41 લાખ ઇન્જેક્શનોનો વપરાશ થયો
કેસો વધવાની સાથે કોરોનાની સારવારમાં વપરાતી દવાઓ અને ઇન્જેક્શનોના વપરાશમાં પણ ફરીથી વધારો થયો છે. રાજ્યમાં કોરોના સંક્રમણની શરૂઆત થઇ ત્યારથી અત્યારસુધીમાં રેમડેસીવીરના 6.41 લાખ ઇન્જેક્શનોનો વપરાશ થયો છે. એક દર્દીને રેમડેસીવીરના 6 ઇન્જેક્શન આપવામાં આવે છે તે જોતા અત્યારસુધીમાં 1 લાખથી વધુ દર્દીઓને આ ઇન્જેક્શન અપાયા છે.

9500 દર્દીઓને આપી શકાય તેટલો ઇન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ
કોરોનાના કેસો ચિંતાજનક હદે વધી રહ્યા છે ત્યારે સરકાર હસ્તકની હોસ્પિટલોમાં અને ઓપન માર્કેટમાં 9500 દર્દીઓને આપી શકાય તેટલા ઇન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ છે. એક દર્દીને 6 ઇન્જેક્શનનો ડોઝ આપવાનો હોય છે. તે મુજબ કુલ 57 હજાર ઇન્જેક્શનનો સ્ટોક છે. જે પૈકી 30 હજાર સરકાર હસ્તક છે જ્યારે 27 હજાર ઇન્જેક્શન બજારમાં ઉપલબ્ધ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો