તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બચાવ:કરાઈની કેનાલમાં પડેલા પ્રેમી યુગલને ડભોડા પોલીસે બચાવી લીધું

ગાંધીનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • PCR વાન લઈને જતા 2 જવાને બહાર કાઢ્યા

કરાઈ નર્મદા મુખ્ય કેનાલમાં પડેલા પ્રેમી યુવકને ડભોડા પોલીસે જીવના જોખમે બચાવ્યા હતા. તહેવારોને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા એસપી મયુર ચાવડાની સૂચનાથી જિલ્લા પોલીસ સક્રિય છે. ત્યારે ડભોડા પીએસઆઈ એલ. એચ. મસાણીના માર્ગદર્શનમાં સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. જેમાં ગુરૂવારે બનેલી એક ઘટનામાં ત્રણેક વાગ્યાના સુમારે એક પ્રેમી યુગલે કરાઈ કેનાલમાં ઝંપલાવ્યું હતું. આ પીસીઆર લઈને જતાં પોલીસ જવાન રામાજી પ્રહલાદજી અને ભરતસિંહ ચંદુસિંહ પ્રેમી યુગલને જોઈ ગયા હતા.

બંને પોલીસ જવાનોએ તાત્કાલિક નીચે ઉતરીને વાન પડેલું દોરડું કેનાલમાં ફેંક્યું હતું. જેને પકડીને પ્રેમી યુગલ બહાર આવી ગયું હતું. પોલીસે બંને અંગે પૂછપરછ કરતાં તે ભાટ વિસ્તારનો 26 વર્ષીય યુવક અને નારોલ વિસ્તારમાં રહેતી 23 વર્ષીય યુવતી હોવાનું સામે આવ્યું હતું.પ્રાથમિક પૂછપરછમાં લગ્ન શક્ય ન લાગતા તેઓએ આપઘાતનો પ્રયત્નો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. જેને પગલે ડભોડા પોલીસે પ્રેમી યુગલનું આપઘાત જેવું પગલું નહીં ભરવા જરૂરી કાઉન્સેલિંગ કર્યું હતું. પોલીસે બંનેના પરિવારજનોને બોલાવીને તેમને સોંપ્યા હતા.જેના કારણે ચકચાર મચી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો