• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Cyber Crime Police Organized A Seminar On Cyber Awareness, Interacted Directly With The Students And Provided In depth Information About Cyber Crime.

નવતર પ્રયોગ:સાયબર ક્રાઇમ પોલીસે સાયબર અવેરનેસ સંદર્ભે સેમિનાર યોજ્યો, વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરી સાયબર ક્રાઇમ વિશેની તલસ્પર્શી માહિતી અપાઈ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શાળાના વિદ્યાર્થીઓને સાયબર અવેરનેશ રાખવાની મહત્ત્વની ટિપ્સ આપવામાં આવી
  • ફેસબુક સહીતના સોશિયલ મિડિયા પ્લેટ ફોર્મ પર રાખવાની તકેદારી વિશે સમજ અપાઈ

કોરોનાકાળમાં ઓન લાઈન શિક્ષણ કાર્યનાં કારણે વિધાર્થીઓને મોબાઇલનું વળગણ લાગી ગયું છે. સોશિયલ મિડિયા એપ્લિકેશન થકી બાળકો સાથે અમુક વાંધાજનક કન્ટેન્ટ મોકલીને છેતરપિંડી કરવાના બનાવો પણ સામે આવી રહ્યા છે. ત્યારે ગાંધીનગર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા નવતર અભિગમ અપનાવીને શાળાના બાળકો સાથે સાયબર અવેરનેસ સંદર્ભે સેમિનાર યોજી સાયબર ક્રાઇમને લગતી મહત્વ પૂર્ણ ટિપ્સ આપવામાં આવી હતી.

કોરોના કાળમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે ઓનલાઈન શિક્ષણ આપવામાં આવતું હતું. હાલમાં પણ વિદ્યાર્થીઓને ઓનલાઈન અને ઓફલાઈન શિક્ષણ આપવામા આવી રહ્યું છે. આજના ડિજીટલ યુગમાં બાળકો વિરૂદ્ધ સોશિયલ મીડિયા જેવા માધ્યમો દ્વારા થતી ગુનાખોરી અટકાવવા અને તે અંગે જાગૃતિ કેળવવા ગાંધીનગર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ સાથે ખાસ સેમિનાર યોજવામાં આવી રહ્યા છે.

જે અન્વયે ગાંધીનગર રેન્જ આઈજીપી અભય ચુડાસમાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ મથકના પીઆઈ પી એલ વાઘેલાની ટીમના ફોજદાર એચ એલ સરવૈયા, વી એલ જાડેજા, એમ પી ચાવડા સહિતની ટીમે રૂપાલની વરદાયિની શાળાના ધોરણ - 10 અને 12 ના લગભગ 120 વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરીને સાયબર ક્રાઇમ વિશેની તલસ્પર્શી માહિતી આપવામાં આવી હતી.

જે અંતર્ગત સાયબર ક્રાઇમ એટલે શું? સાયબર ક્રાઇમ કેવી રીતે બને છે? તેમજ તેનાથી કેવી રીતે બચી શકાય તેની મહત્ત્વની ટિપ્સ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. ખાસ કરીને સોશિયલ મિડિયા ફેસબુક, ઈન્ટ્રાગ્રામ જેવી એપ્લિકેશન થકી કેવી રીતે ફ્રોડ થાય છે અને તેનાથી કેવી રીતે બચી શકાય તેનાથી પણ વિદ્યાર્થીઓને અવગત કરાયા હતા. આ ઉપરાંત નાણાંકીય ફ્રોડ થયા ત્યારે સાયબર ક્રાઇમ પ્રોજેક્ટ સંદર્ભે ફાળવેલ 155260 અને 100 નંબર પર તાત્કાલિક જાણ કરવાથી ફ્રોડમાં ગયેલી રકમ પરત મેળવી શકાય તેનું પણ જ્ઞાન પૂરું પાડવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે, વિદ્યાર્થીઓ પોતાની સાથે પોતાના પરિવારને પણ સાઈબર ક્રાઇમથી બચાવે તે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સાયબર ક્રાઇમ પોલીસનો હતો. કાર્યક્રમ દરમિયાન આર્થિક ફ્રોડ, સોશિયલ મીડિયામાં ડમી એકાઉન્ટ, અજાણ્યા લોકો સાથે ચેટિંગ, ઓનલાઇન ખરીદી માટેની ઓફર વગેરે બાબતો વિશે વિદ્યાર્થીઓ જાગ્રત રહે તેની ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...