જાગૃતીના પ્રયાસ:સાયબર ક્રાઇમના વધતા જતાં ગુના સંદર્ભે ગાંધીનગરમાં સાયબર અવેરનેસ પ્રોગ્રામ યોજવામાં આવ્યો

ગાંધીનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અદ્રશ્ય ગુનેગારો દ્વારા કેવા પ્રકારે ગુનાને અંજામ આપે છે તેનાથી નગરજનોને અવગત કરાયા

રાજય સહિત ગાંધીનગરમાં અદ્રશ્ય ગુનેગારો દ્વારા કેવા પ્રકારે ગુનાને અંજામ આપી છેતરપિંડી આચરવામાં આવે છે. તેનાથી નગરજનોને અવગત કરી ક્યાં ક્યાં પ્રકારની તકેદારી રાખવી તે સંદર્ભે ગાંધીનગર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સાયબર અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ગાંધીનગર રેંજ વિસ્તારમાં વિવિધ સોશિયલ મીડિયા તેમજ અવનવી મોડસ ઓપરેન્ડી મારફતે કરવામાં આવતી છેતરપિંડી સબબ નાગરિકોમાં જાગૃત કેળવવા માટે રેંજ આઈજીપી અભય ચુડાસમાનાં સીધા માર્ગદર્શન હેઠળ સાયબર અવેરનેસ પ્રોગ્રામ યોજી અદ્રશ્ય ગુનેગારો દ્વારા આચરવામાં આવતાં ગુનાઓ વિશેની તલસ્પર્શી માહિતી સાયબર અવેરનેસ પ્રોગ્રામ થકી લોકોને પૂરી પાડવામાં આવી હતી. ભારતમાં એક જ વર્ષમાં સાઇબર ક્રાઇમમાં 36 ટકાનો વધારો થયો છે. દુનિયામાં સાયબર ક્રાઇમમાં અમેરિકા પછી ભારતનો બીજો ક્રમાંક છે. માલવેર સોફટ્વેરથી સાયબર ક્રાઇમના પ્રમાણમાં વધારો થયો છે જેનો ઉપયોગ કરીને હેકર માલવેર સોફટ્વેરની મદદથી અગત્યની ફાઇલને ડિલીટ કરી શકે છે અથવા તેને હેક કરી શકે છે.

આજના આધુનિક સમયમાં ઇન્ટરનેટનો ઉપયોગ લોકો વધુ પ્રમાણમાં કરતા થયા છે ત્યારે દરેક વ્યક્તિએ ઇન્ટરનેટના ફાયદાની સાથે ગેરફાયદા જાણવા પણ ખૂબ જરૂરી છે. હાલમાં ઇન્ટરનેટની દુનિયામાં સાયબર ક્રાઇમમાં ઘણો જ વધારો થયો છે જેમ કે, કોઇપણ વ્યક્તિ મોબાઇલથી ઓનલાઇન ટ્રાન્જેકશન કે પછી શોપિંગ કરતાં હોય છે ત્યારે હેકર તેને હેક કરીને સાયબર ક્રાઇમમાં વધારો થઇ શકે છે.

જે અન્વયે ગાંધીનગરમાં સિનિયર સીટીઝનો પણ સાયબર ક્રાઇમનો ભોગ ન બને તે દિશામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સિનિયર સીટીઝનોને ક્યાં ક્યાં માધ્યમો થકી છેતરવામાં આવે છે તેમજ તેના માટે રાખવાની તકેદારી અંગેની માહિતી પૂરી પાડવામાં આવી હતી.

આ કાર્યક્રમ અંતર્ગત સિનિયર સિટીઝનોને સાયબર સ્ટ્રોંકિંગ, સાયબર બૂલિંગ, સાયબર ફીસિંગ સાયબર વીશિંગ વગેરે પ્રકારના સાઇબર ક્રાઇમની વિગતવાર માહિતી પુરી પાડવામાં આવી હતી તેમજ સ્માર્ટફોનના ઉપયોગ કરતી વખતે રાખવાની તકેદારી અંગે પણ વિગતવાર માહિતગાર કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...