રેરાની કાર્યવાહી:બિલ્ડર સામે ખોટી ફરિયાદ બદલ ગ્રાહકને 45 હજાર દંડ, મકાનમાં કાર્પેટ એરિયા ઓછો હોવાની ફરિયાદ કરી હતી

ગાંધીનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વટવાની સ્કીમમાં કાર્પેટ એરિયા ઓછો હોવાની કરેલી ફરિયાદ ખોટી પુરવાર થતાં રેરાએ દંડ ફટકાર્યો

અમદાવાદની ઓમશાંતિ ગોલ્ડ પ્લસ સ્કીમમાં બિલ્ડરે દર્શાવ્યા કરતા ઓછો કાર્પેટ એરિયા આપ્યો હોવાની ફરિયાદમાં રેરા દ્વારા પોતાની ટેકનિકલ ટીમ દ્વારા કરાવાયેલી તપાસમાં 9.92 ચોરસફૂટ કાર્પેટ એરિયા વધારે હોવાનું જણાતા રેરાએ 1 ચોરસ ફૂટના રૂ.3092 લેખે 30,693 અને ખર્ચ પેટે 15 હજાર રૂપિયા બિલ્ડરને ચૂકવવા ફરિયાદી ગ્રાહકને આદેશ કર્યો છે.

2018માં સુચિત્રા પાલ તથા તપન પાલે ફ્લેટ ખરીદ્યો હતો. ફ્લેટનો કાર્પેટ એરિયા 486 તેમજ ચોકડી- બાલ્કની 44 ચોરસફૂટ મળીને કુલ 530 ચોરસફૂટ હતો. ત્યારબાદ ગ્રાહકને કાર્પેટ એરિયા ઓછો લાગતા તેમણે પોતાના એન્જિનિયર પ્રણવ પરીખ પાસે ચકાસણી કરાવતા 11.51 ચોરસ ફૂટ કાર્પેટ એરિયા ઓછો આવે છે તેવું જણાયું હતું જેથી તેમણે રેરામાં ઓમશાંતિ એસ્ટેટના મેનજિંગ ડિરેક્ટર તરલ બકેરી પાસેથી એક ચોરસ ફૂટના 3092 લેખે 35,563 રિફંડ મેળવવા રેરામાં ફરિયાદ દાખલ કરી હતી.

ડેવલપરે પોતાના એન્જિનિયર પાસે ચકાસણી કરાવતા ફ્લેટનો કાર્પેટ એરિયા 17.60 ચોરસ ફૂટ વધારે આવ્યો હતો. આમ ફરિયાદ ખોટી હોવાથી રેરાએ ગ્રાહકને દંડ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...