વ્યવસ્થા:કલ્ચર ફોરમ 5 હજાર સભ્યોને રાષ્ટ્રધ્વજ અને ધ્વજદંડ આપશે

ગાંધીનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સભ્યો પોતાના ઘર પર આન, બાન અને શાનથી તિરંગો લહેરાવશે

ગાંધીનગર કલ્ચરલ ફોરમ 5 હજાર જેટલા સભ્યો 13થી 15 ઓગસ્ટ દરમિયાન પોતાના ઘર પર આન, બાન અને શાનથી તિરંગો લહેરાવશે. આ માટે ગાંધીનગર કલ્ચરલ ફોરમ પોતાના સભ્યોને રાષ્ટ્રધ્વજ અને લહેરાવવા માટે ધ્વજદંડ વિનામૂલ્યે પૂરા પાડશે. કૃષ્ણકાન્તભાઈ જહાએ જણાવ્યું હતું કે, ‘કલ્ચરલ ફોરમના દરેક સભ્ય પોતાના ઘર પર તિરંગો લહેરાવે એવી વ્યવસ્થા કરી છે.

ગાંધીનગર કલ્ચરલ ફોરમના સભ્યોને અનુરોધ કરવામાં આવ્યો છે કે, પોતાના સભ્યપદની વિગતોની જાણકારી આપીને પોતાનો રાષ્ટ્રધ્વજ અને ધ્વજદંડ સેક્ટર-8ના કાર્યલાય ખાતેથી વિનામૂલ્યે મેળવી શકે છે.’ હર ઘર તિરંગાની સાથે સાથે કલ્ચરલ ફોરમે દરેક સભ્ય પોતાના ઘર આંગણે ઓછામાં ઓછા બે વૃક્ષ વાવે અને ઉછેરે એવી અપીલ પણ કરી છે.

અન્ય સમાચારો પણ છે...