અપીલ:પ્રત્યેક સેક્ટરના 5 અગ્રણીના ઘરે કલ્ચરલ ફોરમ વૃક્ષ વાવશે

ગાંધીનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમદર્શન આશ્રમના ગુરુમાએ નાગરિકોને બે વૃક્ષ વાવવા અપીલ કરી

ગાંધીનગરનો પ્રત્યેક નાગરિક પોતાના ઘર આંગણે બે વૃક્ષ વાવે અને ઉછેરે એવી અપીલ સાથે ગાંધીનગર કલ્ચરલ ફોરમે ‘’વૃક્ષ વાવો-વૃક્ષ ઉછેરો મહાઅભિયાન’’ શરૂ કર્યું છે. જે અંતર્ગત પ્રત્યેક સેક્ટરમાં પાંચ આગેવાનોના નિવાસ્થાને જઈને વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. બુધવારે સેક્ટર-1માં સમદર્શન આશ્રમના પ્રાંગણમાં ગુરુમા સમાનંદ સરસ્વતીએ વૃક્ષારોપણ કરીને નાગરિકોને પોતાના ઘર આંગણે બે વૃક્ષ વાવવાની અને તેનું જતન કરવાની અપીલ કરી હતી.

સમદર્શન આશ્રમના સાનિધ્યમાં સેક્ટર-1ના આગેવાનોએ 10 વૃક્ષો વાવ્યા હતા. આ ઉપરાંત સેક્ટર-1માં પૂર્વ મંત્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી, ગુડાના પૂર્વ અધ્યક્ષ, ઉદ્યોગપતિ, બિલ્ડરના નિવાસસ્થાને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આજે સેક્ટર-2માં વૃક્ષારોપણનું મહાઅભિયાન હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...