તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૃષિ:બટાટાના ભાવમાં વધારો થતા રવી સિઝનમાં જિલ્લાના ખેડૂતો દ્વારા 9712 હેક્ટરમાં વાવેતર

ગાંધીનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • છેલ્લાં 5 વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે આવા પાકના વાવેતરમાં વધારો

હાલમાં બટાટાના ભાવ ઉંચકાયા હોવાથી ચાલુ વર્ષે ખેડૂતોનો બટાટાના વાવેતર ઉપર જોક વધુ રહ્યો છે. જેને પરિણામે છેલ્લા પાંચ વર્ષની સરખામણીએ વાવેતમાં 100 હેક્ટરથી 3001 હેક્ટર સુધીનો વધારો નોંધાયો છે. જિલ્લામાં બટાટાનું 9721 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. જોકે હજુ રવી સિઝનના પાકની વાવેતર ચાલુ હોવાથી હજુ વાવેતર વધવાની શક્યતા રહેલી છે. કોરોનાથી જીવન જરૂરીયાત ચીજવસ્તુઓના ભાવ ઉંચકાયા છે. ત્યારે તેમાંથી ડુંગળી અને બટાટા પણ બાકાત રહ્યા નથી. જેને પરિણામે એક માસ અગાઉ બજારમાં પ્રતિ કિલો બટાટા રૂપિયા 25થી 30ના ભાવે વેચાતા હતા.

જે હાલમાં પ્રતિ કિલો રૂપિયા 50ના ભાવે વેચાઇ રહ્યા છે. બટાટના સારા ભાવ મળતા ચાલુ વર્ષે ખેડૂતોમાં રવી સિઝનમાં બટાટના વાવેતર ઉપર વધારે ઝુકાવ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષ કરતા ચાલુ વર્ષે બટાટાનું બિયારણનો ભાવ ડબલ હોવા છતાં ખેડૂતોએ મન મુકીને ખરીદી કરીને વાવેતર કર્યું છે. જેને પરિણામે છેલ્લા પાંચ વર્ષની સરખામણીએ વાવેતરમાં પણ વધારો નોંધાયો છે. જ્યારે હજુ રવિ સીઝનનું વાવેતર જાન્યુઆરી માસ સુધીમાં થવાની શક્યતા રહેલી છે. આથી વાવેતર થવાની પણ શક્યતા રહેલી છે.

જે રીતે ખરીફ સિઝનમાં મગફળીનું વાવેતર વિક્રમી થયું હતું તેમ રવી સિઝનમાં બટાટાનું વાવેતર વિક્રમી રહેવાની પણ શક્યતા રહેલી હોવાનું જિલ્લાના ખેડૂતોએ જણાવ્યું છે. છેલ્લા પાંચ વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે બટાટાના વાવેતરમાં 99 હેક્ટરથી 3001 હેક્ટર જેટલો વધારો થવા પામ્યો છે. ઉલ્લેખનીય છે કે જિલ્લાના દહેગામ અને માણસા પંથકમાં બટાટાનું વાવેતર વિશેષ થાય છે. પરંતુ ચાલુ વર્ષે ગાંધીનગર તાલુકામાં પણ બટાટાનું વાવેતર વધુ જોવા મળી રહ્યું છે.

5 વર્ષમાં બટાટાના વાવેતરનો તફાવત
વર્ષ વાવેતર તફાવત
(
હેક્ટરમાં)
2015-16 6720 3001
2016-17 8187 1534
2017-18 7238 2483
2018-19 9613 99
2019-20 8350 1371

કલોલ તા. માં 60 હેકટરમાં વાવેતર
બટાટાના વિક્રમી વાવેતરની સામે જ્યારે બટાટા તૈયાર થયા પછી બજારમાં વેચાણ માટે આવશે ત્યારે યોગ્ય ભાવ નહી મળે તો ખેડૂતોની મહેનત એળે જવાની શક્યતા રહેલી છે. ચાલુ વર્ષે અત્યાર સુધી બટાટાનું વાવેતર 9721 હેક્ટરમાં કરવામાં આવ્યું છે. તેમાં જિલ્લાના દહેગામમાં 3907, ગાંધીનગરમાં 3867, માણસામાં 1887 જ્યારે કલોલમાં 60 હેક્ટરમાં જ વાવેતર કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો