તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાની વકરતી સ્થિતિ:મિનિ લોકડાઉનની અફવાને પગલે મોલ-કરિયાણાની દુકાનોમાં ભીડ

ગાંધીનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
મીની લોકડાઉનની અફવાથી લોકોએ ખરીદી માટે મોલમાં લાઇન લગાવી. - Divya Bhaskar
મીની લોકડાઉનની અફવાથી લોકોએ ખરીદી માટે મોલમાં લાઇન લગાવી.
 • ભીડને જોતાં વેપારીઓને સામાજિક અંતર જાળવવું કપરું બન્યું
 • મનપા ચૂંટણીના પ્રસાર વચ્ચે દિન-પ્રતિદિન કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે બેકાબુ બની રહેલી સ્થિતિને પગલે ગમે ત્યારે મિનિ લોકડાઉન આવી શકે તેવી ચર્ચાએ જોર પકડ્યું

કોરોનાની વકરતી જતી સ્થિતિને પગલે મીની લોકડાઉન આવી શકે તેવી ચર્ચાને પગલે લોકોએ કરીયાણાની ખરીદી માટે મોલ અને દુકાન તરફ દોટ લગાવતા લાંબી લાંબી લાઇનો લાગી છે. જોકે ગ્રાહકોની ભીડને જોતા ઘણાં દુકાનદારોને સામાજિક અંતર જાળવવું પણ અઘરૂ બની રહ્યું છે.

મહાનગર પાલિકાના ચૂંટણીના પ્રસાર વચ્ચે કોરોનાના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે બેકાબુ બની રહેલી કોરોનાની સ્થિતિને પગલે ગમે ત્યારે મીની લોકડાઉન આવી શકે તેવી ચર્ચાએ જોર મચાવ્યું છે. આથી લોકો ખરીદી કરવા નિકળતા ઠેર ઠેર ભીડ અને લાંબી લાઇનો જોવા મળી રહી છે. જોકે ગત વર્ષે લોકડાઉનમાં કરીયાણાની, દવાની દુકાનો ચાલુ રખાઈ હતી. તેમ છતાં લોકોમાં મીની લોકડાઉનની ચાલતી ચર્ચાએ વેગ પકડ્યું છે. આથી નગરના મોલમાં લોકોની ખરીદીની ભીડ ઉમટી પડી છે. જેને પરિણામે મોલના સંચાલકો દ્વારા ગ્રાહકોને નિયત કરેલા અંતર સાથે લાઇનમાં ઊભા રાખેલા નજરે પડે છે. જ્યારે અમુક મોલમાં ગ્રાહકોને ટોકન આપી દેવાઈ છે.

ટોકનનો નંબર મુજબ ખરીદી કરવા આવેલાઓને મોલમાં પ્રવેશ અપાઈ રહ્યો છે. જોકે મીની લોકડાઉનની અફવાના કારણે શાકમાર્કેટમાં રોજ કરતા વધારે ગ્રાહકોની ભીડ પણ જોવા મળતી હોવાનું વેપારીઓએ જણાવ્યું છે. મીની લોકડાઉનની અસરને પગલે લોકોની ખરીદી કરવાની લાલશાએ સામાજિક અંતર જાળવવાનું ભૂલીને કોરોનાને વધુ વેગ આપી રહ્યા હોય તેવા દ્દશ્યો જોવા મળ્યા હતા. વર્તમાન સ્થિતિમાં લોકોની જાગૃત્તિ જ કોરોનાની ચેન તોડી શકાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો