તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:કોટેશ્વરની કરોડોની જમીન મંદિર વહીવટકર્તાને ખોટી રીતે આપી દેવાઈ

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામજનોની કલેક્ટર કચેરીમાં અરજી, કૌભાંડ કરાયું હોવાની શંકા સાથે પગલાં લેવાની માંગ કરવામાં આવી

ગાંધીનગરના કોટેશ્વર ખાતે અંદાજે 300 વીઘા જેટલી કિંમતી જમીન ખોટી રીતે આપી દેવાઈ હોવાના દાવા સાથે કલેક્ટર કચેરીમાં અરજી થઈ છે. કોટેશ્વર ગામના કેટલાક રહીશોએ આ અંગે કલેક્ટરને અરજીને કેટલાક પુરાવા રજૂ કરીને ખોટી રીતે આપી દેવાયેલી જમીન મુદ્દે પગલાં લેવા માંગ કરી છે. અરજીમાં થયેલી રજૂઆત મુજબ, કોટેશ્વર ગામની જુના સરવે નંબર 13, 151,152 જમીનો સાથે જ બિનઆકારી અને બિન માપણીવાળી જમીનનો પણ નદીતટની અને વાઘાકોતરની અંદાજે 300 વીઘા જેટલી જમીન છે. આ તમામ જમીનો હડક કરી જવા પ્રયત્નો થયા હોવાનો દાવો અરજીમાં થયો છે, ગાંધીનગર મામલતદારે સરકારી જમીનો હોવાનું જાણતાં હોવા છતાં તેને ખાનગી માલિકીની બનાવી દેવા મોટું કૌભાંડ કરેલ હોવાનો આક્ષેપ અરજીમાં થયો છે.

અરજીમાં થયેલા દાવા પ્રમાણે મામલતદારે સત્તાની ઉપરવટ જઈ સુધારો કર્યો છે, જેમાં એન્ટ્રી નંબર-1511 અને 1513 પાડવામાં આવેલ છે. હાઈકોર્ટ દ્વારા 31 ઓગસ્ટ 2018ના રોજ ભૂતપૂર્વ ઈનામદારની અરજી મંજૂર કરી હતી, જેમાં કોર્ટે જૂના સરવે નંબર-13, 151, 152 નંબરની જમીન ઈનામદારની હોવાનું ઠરાવ્યું હતું. કોર્ટે હુકમ કર્યો તે ત્રણેય સરવે નંબરની જમીનનું ક્ષેત્રફળ અંદાજે 53 હેક્ટર છે. જોકે તેનાથી પણ વધુ અને બમણી સરકારી જમીનની પણ તેમાં માપણી કરી દેવાઈ હોવાનો દાવો અરજીમાં થયો છે. વધારાની જમીન પણ ખોટી રીતે હડપ કરી જવા માપણી કરાવેલ હોવાની રજૂઆત અરજીમાં થઈ છે.

આ જમીન આકારબંધ અને બિનનંબરી હોવાનું માણપી ખાતાએ માપણી પત્રકમાં સ્પષ્ટ ઉલ્લેખ
કોર્ટના હુકમ સિવાયની જમીનો લઈ લેવાઈ હોવાનો દાવો અરજીમાં કરાયો

અરજીમાં થયેલા દાવા પ્રમાણે કોર્ટનો હુકમ જુના સરવે નંબર-13, 151, 152 અંગેની બાબત બને છે. તેમાં બીજી જાહેર હેતુવાળી સાર્વજનીક જમીન, જાહેરમાર્ગ, ગામતળ, વાઘા-કોતર વહેણ કે નદીતટવાળી જમીનનો ઉલ્લેખ નથી. તેમ છતાં આવી જમીનોની નિયત હિસ્સા ફોર્મ નં-4માં માણપી કરવામાં આવી છે તે કોર્ટના હુકમમાં દર્શાવેલા નથી. આ જમીનો બિનઆકારી અને બિનનંબરી હોવા છતાં જમીનો નવા રિ-સરવે નં-247નું હોવાનું ઉપજાવીને સુધારા હુકમો થયો હોવાનો દાવો અરજીમાં થયો છે.

વાંધા અરજી કરાઈ હતી પરંતુ તકરારી ન નોંધાઈ હોવાનો પણ દાવો કરાયો
હાઈકોર્ટના હુકમ બાદ જુના મામલતદાર દ્વારા એન્ટ્રી નં-1511થી હુમક કરાયો હતો. જેમાં કોટેશ્વરની 564 ગુંઠા જમીન સનદથી 1864માં કોટેશ્વર મહાદેવને અપાઈ હતી. દેવસ્થાન ઈનામી નાબુદી અધિનિયમ 1969 અમલમાં આવતા જમીન ગામ દફતર થઈ હતી. જેને હાઈકોર્ટે હુકમ કરતાં રેકર્ડ મુજબ અમલ કરવા હુમક કરાયો હતો. આ હુકમ પછી એન્ટ્રી નં-1513થી સુધારા હુકમ કરાયો હતો જેમાં જેમાં સરવે-બ્લોક નં-247 વાળી જમીનમાં યોગ્ય અસર આપી ક્ષેત્રફળ 74251722ની જગ્યાએ 745457 ચો. મી. કરવા તથા જમીનના ઉપયોગમાં કોતરના બદલે ખુલ્લી જમીન લખવા સુધારા હુકમ કરાયો હતો. જેની સામે 25 મે 2021ના રોજ વાંધા અરજી કરાઈ હતી, જેને પરંતુ તેને તકરારી નોંધવામાં આવેલ નથી. જેથી જાહેરહીતમાં તેને રિવિઝનમા લઈને રદ કરવા માંગ અરજીમાં કરાઈ છે.

જૂના સરવે નંબર-13, 151, 152 અંગે પણ કોર્ટમાં બીજી અરજી કરાઈ છે
જુના સરવે નંબર-13,151, 152 અંગે હાઈકોર્ટે 2018માં મંદિર ટ્રસ્ટ તરફનો હુકમ કર્યો હતો. ત્યારે આ અંગે કેટલાક ગ્રામજનો દ્વારા 2019માં ફરી કોર્ટમાં અરજી કરાઈ હતી. આ અંગે પણ અરજીમાં આ જુના સરવે વાળી જમીન પણ દેવસ્થાન ઈનામ નાબૂદી કાયદો અમલમાં આવ્યો તે પહેલાં આજની સ્થિતિએ પણ સરકારી, ગૌચર, તલાવડી સાર્વજનિક ઉપયોગમાં ચાલતી હોવાનો દાવો કરાયો છે. જેના પર 100 વર્ષથી ક્યારેય ઈનામદારનો કોઈ કબ્જો ભોગવટો આવેલો ન હોવાની વાત રજૂ કરવા અરજી સાથે કાયમી ખરડો અને રેકર્ડને નકલ રજૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...