ગુનો દાખલ:ગાંધીનગરમાં સફાઈ માટે કામદારને ગટરમાં ઉતારનાર ખીલારી ઈન્ફ્રાનાં સુપરવાઇઝર વિરુદ્ધ ગુનો દાખલ કરાયો

ગાંધીનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગઈકાલે સેકટર -3માં ગટરની સફાઈ માટે કામદારને ઉતાર્યો હોવાના ફોટા વાયરલ થયા હતા

ગાંધીનગરમાં ગઈકાલે સેકટર-3 ખાતે નવરાત્રિ ચોકમાં એક કામદારને ગટરની સફાઈ માટે ઉતરવાની ઘટનાની પાટનગર યોજના વિભાગ દ્વારા ગંભીર નોંધ લઈને શહેરમાં ગટર સફાઈ તેમજ મેઈન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ સંભળાતી મુંબઈની ખીલારી ઈન્ફ્રા પ્રા. લિ. નાં સુપરવાઇઝર વિરુદ્ધ સેકટર-7 પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે.

ગાંધીનગરમાં પાટનગર યોજના વિભાગ દ્વારા નવી ગટર લાઈન તેમજ મેઈન્ટેનન્સ માટે મુંબઈની ખીલારી ઈન્ફ્રા પ્રા. લિ. કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. ગઈકાલે સેકટર- 3 /બી નવરાત્રિ ચોક ખાતે ગટરની સફાઈ માટે સુપરવાઇઝર પાર્થિવ ઘનશ્યામભાઈ લાઠીયાએ સફાઈ કામદારને ગટરમાં ઉતરવાની ફરજ પડાઈ હતી.

એ સમયે એક જાગૃત નાગરિકે વિરોધ નોંધાવતાં તેમને પણ અપમાનિત કરી દેવામાં આવ્યા હતા. બાદમાં જાગૃત નાગરિકે ગટરમાં ઉતારેલા સફાઈ કામદારના ફોટા પાડીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા હતા. જેનાં પગલે પાટનગર યોજના વિભાગના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા.

આ સમયે પણ કામદાર ગટરમાં ઉતારેલો જોવા મળ્યો હતો. જો કે કોન્ટ્રાક્ટમાં સ્પષ્ટ ઉલ્લેખ હોવા છતાં એજન્સીના સુપરવાઇઝર પાર્થિવે કામદારને ગટરમાં ઉતરવાની ફરજ પડાઈ હતી. જેનાં પગલે આજે પાટનગર યોજના વિભાગ - 9 નાં મદદનીશ ઈજનેર કુણાલ પટેલ દ્વારા સુપરવાઇઝર વિરુદ્ધ ફરિયાદ આપતાં સેકટર - 7 પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...