પેથાપુર ચોકડી પાસે સવારના સમયે રાંધેજા તરફથી રોંગ સાઇડમાં ફૂલ સ્પીડમાં ટ્રક લઇને આવતા ચાલકને રોકવાનો ઇશારો કર્યો હતો. ટીઆરબી જવાન સહિત તમામ પોલીસ કર્મચારીઓ ટ્રકને કોર્ડન કરતા ઉભો રહ્યો હતો. પરંતુ ટ્રકમાંથી નીચે ઉતરવાનુ કહેતા ટ્રક ચાલુ કરી આગળ જવા માટે પ્રયાસ કર્યો હતો. જેને લઇને તેને હાથ પકડીને નીચે ઉતારવામાં આવ્યો હતો. જ્યારે ડ્રાઇવીંગ લાયસન્સ માગતા આપવાનો ઇન્કાર કરતા ચાલક અને ક્લીનર સામે પોલીસે લાલં આંખ કરી બેસાડી દઇને ગુનો નોંધ્યો હતો.
મળતી માહિતી મુજબ પેથાપુર ચોકડી પાસે પોલીસનો કાયમી પોઇન્ટ રાખવામા આવ્યો છે. વાહન ચેકીંગ સહિતની કામગીરી કરવામા આવે છે. ત્યારે આજે મંગળવારે સવારના સમયે રાંધેજા તરફથી એક ટ્રક નંબર પીબી 02 ડીએફ 9351 લઇને ચાલક આવી રહ્યો હતો. ટ્રક રોંગ સાઇડમા અને સ્પિડમાં હંકારીને આવી રહ્યો હતો. જેને લઇને હાજર પોલીસ કર્મચારીએ ટ્રક ચાલકને કોર્ડન કરીને વાહન રોકાવ્યુ હતુ.
જ્યારે ચાલક ગુરુલાલસિંઘ ફૂલાસિંઘ જાટ (રહે, ભારતીનગર, વડોદરા. મૂળ ચંબાકલાન, પંજાબ) અને ક્લીનર ગુરુલવજીતસિંઘ રણજિતસિંઘ જાટ (રહે, ગામ ચક મહેર, તરણ, પંજાબ)ને ઉતારવાનો ઇશારો કરતા ટ્રક ચાલુ કરીને આગળ જવા પ્રયાસ કર્યો હતો.પરિણામે ટ્રકમાંથી હાથ પકડી નીચે ઉતારવામા આવ્યા હતા.
ત્યારબાદ બંને પાસે લાયસન્સ સહિતના ડોક્યુમેન્ટ માગતા બતાવવાનો ઇન્કાર કરીને ટ્રકમા બેસવાનો ફરીથી પ્રયાસ કર્યો હતો. ત્યારપછી પોલીસે પીસીઆર બોલાવીને ફરજમા રુકાવટ કરવા સહિતનો ગુનો નોંધાવ્યો હતો. ઉલ્લેખનિય છેકે, ટ્રક ચાલક અને ક્લીનર પોલીસ કર્મચારીઓ સામે દાદાગીરી કરી રહ્યા હતા. જેને જોઇને આસપાસમાંથી 50 કરતા વધારે લોકો એકઠા થઇ ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.