સેક્ટર-23 પોલીસ ચોકી ખાતે મહિલા દ્વારા પોલીસ સાથે ઝપાઝપી કરીને હુમલો કરતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. હેડ કોન્સ્ટેબલ શૈલેષકુમાર દ્વારા આ અંગે સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે મુજબ સેક્ટર-24 ઈન્દિરાનગર છાપરા ખાતે રહેતાં નીરૂબેન મનસુખભાઈ મકવાણાએ અંગત કારણોસર સે-24ના યુવક સામે અરજી કરી હતી. જે અંગે તપાસ માટે પોલીસ દ્વારા સે-23 ચોકી ખાતે યુવકને લાવીને પૂછપરછ ચાલતી હતી.
આ સમયે નીરુબેન ત્યાં આવ્યા હતા અને ‘આને પાછો જેલમાં પુરી દો હવે છૂટવો જોઈએ કહ્યું હતું’ પોલીસે કાર્યવાહી ચાલતી હોવાનું કહેતાં મહિલા ઉશ્કેરાઈ ગયા હતા ‘તમે બધા યુવકની તરફેણ કરો છો, તમારા પટ્ટા ઉતરાવી નાખીશ, હું પણ જોવું છું તમે કેવી રીતે નોકરી કરો છે તેવી ધમકીઓ આપી હતી.’
જેને પગલે આ સમયે મહિલા કોન્સ્ટેબલ તેઓને સમજાવતા મહિલાઓ બુમાબુમ કરીને પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. જેમાં ફરિયાદીની ફેંટ પકડીને નીચે પાડીને લાતો મારી હતી. જેને પગલે મહિલા પોલીસ દ્વારા બળજબરીથી તેઓને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. જ્યાં તેઓ વિરૂદ્ધ ફરજમાં રૂકાવટ, ધમકીઓ આપવા બદલ અને મારામારી કરવા બદલ ગુનો નોંધાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.