નિર્ણય:કોરોનાથી CRC કક્ષાનું વિજ્ઞાન, ગણિત-પર્યાવરણ પ્રદર્શન મોકૂફ

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2 વર્ષથી આ પ્રદર્શનનું ઓનલાઇન આયોજન કરાતું હતું

પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ વિષયનું પ્રદર્શન-2022નું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે કોરોનાના વધતા જતા કેસને પગલે સીઆરસી કક્ષાનું ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણનું પ્રદર્શન હાલ પુરતું મલતવી રાખવાનો નિર્ણય શિક્ષણ વિભાગે લીધો છે.

વિદ્યાર્થીઓમાં ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ વિષય અઘરો હોવાની રહેલી ગેરમાન્યતાઓ દુર થાય અને તેમાં રસ અને રુચી કેળવાય ઉપરાંત બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ ઉજાગર કરવા રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણનું પ્રદર્શન યોજવામાં આવે છે.

છેલ્લા 22 માસથી કોરોનાની મહામારીને પગલે શાળાઓ બંધ રહેતી હોવાથી ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણનું પ્રદર્શન ઓનલાઇન યોજવામાં આવતું હતું. પરંતુ હાલમાં કોરોનાની બીજી લહેર બાદ સંક્રમણ ઘટતા શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. જેને પરિણામે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણનું પ્રદર્શન-2022નું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે શાળાકક્ષાથી લઇને નેશનલકક્ષા સુધી પ્રદર્શન યોજવામાં આવે છે.

પ્રદર્શનમાં વિદ્યાર્થીઓને અલગ અલગ પાંચ વિષય ઉપર પ્રોજેક્ટ રજુ કરવાનો હોય છે. તેના આધારે વિદ્યાર્થીઓની શાળા, સીઆરસી, તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાએ પસંદગી કરી નેશનલકક્ષાના પ્રદર્શનમાં મોકલાય છે. હાલમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે શિક્ષણ વિભાગે સીઆરસી કક્ષાનું ગણિત-વિજ્ઞાન ,પર્યાવરણનું પ્રદર્શન મુલતવી રાખ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...