ભાજપ જનતાથી અંતર રાખશે:CR પાટીલે કહ્યું-પાર્ટીના તમામ લોકો જનતા સાથે સીધો સંવાદ ન કરે

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
CR પાટીલ - ફાઇલ તસવીર - Divya Bhaskar
CR પાટીલ - ફાઇલ તસવીર
  • ડીબેટ-ચૌપાલ જેવા કાર્યક્રમોથી પણ બચશે

ભાજપે અત્યાર સુધી તેના કાર્યકર્તાઓના લોકસંપર્કને કારણે ચૂંટણીઓમાં મોટી જીત હાંસલ કરી છે, પરંતુ હવે ભાજપને એક છૂપો ડર લાગી રહ્યો છે કે, તેમના નેતાઓ અને કાર્યકર્તાઓ હવે જો જનતા સાથે સીધો સંવાદ કરશે, તો તેના વિપરીત પરિણામો આવશે.

સૂરતમાં પાર્ટીના 1000 નેતાઓ અને પદાધિકારીઓની હાજરીમાં યોજાયેલી ભાજપની જંબો મિટીંગમાં પક્ષ પ્રમુખ પાટીલે તમામને ચેતવી દીધાં કે ભૂલથી પણ જનતા સાથેના સીધા સંવાદમાં ઉતરશો નહીં. પાટીલે આ મિટીંગમાં પોતાના અધ્યક્ષીય પ્રવચનમાં મંચ પરથી કહ્યું કે ચૂંટણીનો સમય આવી રહ્યો છે અને તેથી કરીને કોઇપણ નેતા કે કાર્યકર્તાઓએ સીધો જ જનતા સાથેનો સંવાદનો કાર્યક્રમ થવાનો હોય ત્યાં જવું નહીં. સમાચાર માધ્યમોની ડીબેટ કે ચૌપાલ જેવા કાર્યક્રમોમાં પ્રજાની સામે તો બિલકુલ હાજર રહેવું નહીં.

આ સાથે પાટીલે તમામ નેતાઓ અને કાર્યકરોને જાહેર મંચો પરથી થતાં ભાષણો અને નિવેદનોમાં સંયમ રાખવાની સૂચના આપી. તેમણે કહ્યું કે જેમને પાર્ટી વતી બોલવાની જવાબદારી સોંપાઇ છે તેઓ જ જાહેર મંચ પરથી કે માધ્યમોમાં નિવેદન આપે, અને તે જવાબદાર લોકો પણ સંયમ રાખે.

અન્ય સમાચારો પણ છે...